Western Times News

Gujarati News

જંબુસર હાજી કન્યા શાળાની બાળાઓને શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રમાણપત્ર અને બેઝ અર્પણ કરાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને બાળકોની પ્રતિભા વધુમાં વધુ ઉજાગર થાય તે માટે અવનવી યોજનાઓ અને પ્રોત્સાહન ઈનામ આપી બાળકોની પ્રતિભાને બિરદાવવામાં આવે છે.

શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની પ્રતિભાને ખીલવવા સમગ્ર ગુજરાતમાં બાળકોને પ્રોત્સાહિત કરવા કલસ્ટર કક્ષાથી લઈને રાજ્યસ્તરે પ્રતિભાશાળી બાળકોને બિરદાવવા માટે આવા બાળકોની શાળા કક્ષાએ બાળકોની કસોટી તેમજ સહભાગીદારીતા અને વિષયોમાં તેમના ગુણાંકનનાં આધારે તેઓનું નોમિનેશન કરીને ધોરણ પાંચ થી આઠના બાળકોની પસંદગી કરીને બાળકોને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સચિવના હસ્તાક્ષર સહિત પ્રમાણપત્ર અને બેઝ આપીને બિરદાવવામાં આવ્યા છે.

જેમાં જંબુસરની હાજી કન્યા શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ જેમાં ધોરણ ૬ની હેમાક્ષીબેન વિષ્ણુભાઈ ચૌહાણ ધોરણ ૭ની અક્ષરાબેન રાઠોડ અને ઈશાબેન અતુલભાઈ કાછીયા પટેલ જેઓને આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને ઘરે જઈને તેઓને પ્રમાણપત્ર અને બેઝ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે હાજી કન્યા શાળાના આચાર્ય રાહુલભાઈ મોરી,શિક્ષક ગણ તેમજ એસએમસી સભ્યોએ બાળકોની પ્રતિભાને અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.