Western Times News

Gujarati News

અરવિંદ લિમીટેડ સેવાભાવી, સરકારી સંસ્થાઓને 9 મિલિયન માસ્કનું દાન કરશે

12 મહિનામાં 30 મિલિયન માસ્કનું ઉત્પાદન કરશે

બેંગાલુરુ, ભારતની ટેક્સટાઇલથી લઈને રિટેલ ક્ષેત્રમાં કાર્યરત અરવિંદ લિમિટેડ અને એસીટી ગ્રાન્ટ્સએ ભારતને N95 માસ્કમાં આત્મનિર્ભર બનાવવા પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપ અંતર્ગત બંને આગામી 12 મહિનામાં 30 મિલિયન N95 માસ્કનું ઉત્પાદન કરશે. વીસી ફંડ અને સ્ટાર્ટઅપ્સ સ્થાપકોનાં સેવાભાવી જોડાણ એસીટી ગ્રાન્ટ્સે અરવિંદ લિમિટેડને રૂ. 100 મિલિયનની ગ્રાન્ટ આપી છે,

Mr Punit Lalbhai Executive Director Arvind Limited

જેનો ઉપયોગ અરવિંદ N95 માસ્કના ઉત્પાદન અને વિતરણ માટે મોટી, સંકલિત સુવિધા ઊભી કરવા માટે કરશે. વળી આ કામગીરીમાં અરવિંદની તબીબી ઉત્પાદનોમાં બહોળો અનુભવ અને કાર્યકારી મૂડીનો ઉપયોગ કરશે. આ જોડાણ દ્વારા અરવિંદ અને એસીટી ગ્રાન્ટ્સ સંયુક્તપણે આગામી વર્ષે સેવાભાવી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓને 9 મિલિયન માસ્કનું દાન કરશે, ખાસ કરીને વાયરસના ચેપનું ઊંચું જોખમ ધરાવતા તબીબી અને બિનતબીબી વ્યાવસાયિકોને પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય જનતાએ ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કર્યા પછી તરત આ પાર્ટનરશિપ થઈ છે. સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતા હાંસલ થતા દરરોજ અંદાજે 2 લાખ યુનિટ N95 માસ્કનું ઉત્પાદન થશે, જેની કામગીરી, માલિકી અને મેનેજમેન્ટ અરવિંદ કરશે. આ ક્ષમતા N95 માસ્કમાં સ્વનિર્ભરતા હાંસલ કરવા ભારતને પુરવઠા અને માગ વચ્ચેનો ફરક ભરશે. N95 માસ્ક અરવિંદ એડવાન્સ્ડ મટિરિયલ ડિસ્ટ્રિબ્યુશનના પાર્ટનર્સ, સરકારની સીધા વેચાણની ચેનલ્સ અને અન્ય કોર્પોરેટ દ્વારા ઉપલબ્ધ થશે. અરવિંદ એડવાન્સ મટિરિયલ્સ પીપીઇ કવરોલ્સ અને ફેસ માસ્કની મોટી, પથપ્રદર્શક ઉત્પાદક છે, જે BIS અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત છે.

અરવિંદ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી પુનિત લાલભાઈએ કહ્યું હતું કે, “અરવિંદ દાયકાથી વધારે સમયથી વિવિધ ઉદ્યોગો માટે પીપીઇનું ઉત્પાદન કરે છે અને અમારું માનવું છે કે, અમે આ કુશળતાનો ઉપયોગ દેશની ઊંચી માગ પૂર્ણ કરવા N95માસ્કનું ઉત્પાદન કરવા માટે કરી શકીએ. N95 માસ્ક સંપૂર્ણ ઓટોમેટિક મશીનો દ્વારા બને છે, જેમાં એની ગુણવત્તા જાળવવા કાચો માલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નોન-વૂવન મટિરિયલમાં બહોળા અનુભવને કારણે અરવિંદ ગુણવત્તાયુક્ત સામગ્રીની ખરીદી કરવા, એનું પરીક્ષણ કરવા સક્ષમ છે અને એના ઉપયોગ વિશે પર્યાપ્ત સમજણ ધરાવે છે. ઉત્પાદન અને પ્રક્રિયા સહિત વિગતવાર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમનો અમલ થયો છે, જેથી ગુણવત્તા અને સાતત્યપૂર્ણ ઉત્પાદન સુનિશ્ચિત થશે. આ પ્રોજેક્ટ રેકોર્ડ ટાઇમમાં સ્થાપિત કરવા એસીટીએ અરવિંદને સાથસહકાર આપ્યો છે અને અરવિંદ આ સફરમાં સમાન વિચારસરણી ધરાવતા પાર્ટનર ધરાવવાનું મહત્ત્વ સમજે છે.”

એસીટી ગ્રાન્ટ્સના પ્રવક્તા શ્રી અપૂર્વ બંસલે કહ્યું હતું કે, “એસીટી અને એના પાર્ટનર્સે ભારતમાં 20 રાજ્યોમાં હોસ્પિટલો, પોલીસ અને ફ્રન્ટલાઇન વર્કર્સને 3 લાખથી વધારે પીપીઇ અને 15 લાખથી વધારે માસ્ક પ્રદાન કર્યા છે. અમે માસ્ક માટે કેટલાંક પાર્ટનર્સનું મૂલ્યાંકન કર્યું હતું, પણ વિશ્વસનિયતા, ઊંચી ક્ષમતા અને એસીટી ઇચ્છે એ સમયમર્યાદાની અંદર N95 માસ્કનું લોંચિંગ કરવા જેવા વિવિધ પરિબળો પર અરવિંદની ઉચિત/શ્રેષ્ઠ પાર્ટનર તરીકે પસંદ કરી હતી. અમે અરવિંદ સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છીએ તથા સંયુક્તપણે અમે કોવિડ-19 સામેની લડાઈમાં બહુસ્તરીય પ્રેરકબળ તરીકે કામ કરી શકીએ. અરવિંદ સાથે આ પાર્ટનરશિપ અમને આપણા ફ્રન્ટલાઇન વર્કર્સનું રક્ષણ કરવામાં 10 ગણી વધારે અસર કરવાની સુવિધા આપશે તથા ભારતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સ્થાનિક રીતે ઉત્પાદિત BIS પ્રમાણિત N95 માસ્ક પ્રાપ્ત થશે. એસીટી આ N95 માસ્ક નિઃશુલ્ક રીતે ઉપલબ્ધ કરાવવા પાર્ટનર એનજીઓ અને ફાઉન્ડેશનો સાથે કામ કરશે.”

ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર, આઇએએસ, શ્રી અમિત ખત્રીએ કહ્યું હતું કે, “અમે ફ્રન્ટલાઇન વર્કર્સ, આશા વર્કર્સ, સેનિટેશન વર્કર્સ અને કોવિડની સારવારમાં કામ કરતા લોકો માટે કંપનીની આ ઉદાર ચેષ્ટા બદલ અરવિંદ લિમિટેડ અને એસીટી ગ્રાન્ટ્સના આભારી છીએ. આ પ્રદાન બે દ્રષ્ટિએ નોંધપાત્ર છેઃ એક, રોગચાળામાં અત્યારે ખરેખર એની જરૂર છે અને બે, “આત્મનિર્ભર ભારત” બનવાની દિશામાં ખરાં અર્થમાં મેડ ઇન ઇન્ડિયા છે. આ પ્રદાન લાંબા ગાળે સરકારી ખાનગી ભાગીદારી માટે ઉદાહરણરૂપ બનશે અને પાયાના સ્તરે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થશે.”

માસ્ક ઉપરાંત અરવિંદ મેડિકલ પ્રેક્ટિશનર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે પ્રોટેક્ટિવ કવરોલ્સ અને બાયો-સ્યૂટસનું પણ ઉત્પાદન કરશે. અત્યાર સુધી અરવિંદે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 1 લાખથી વધારે કવરોલ્સ પૂરાં પાડ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.