Western Times News

Gujarati News

ધન્‍વન્‍તરી આરોગ્‍યરથ ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં ફરી આરોગ્‍યની સેવાઓ આપશે

File

વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં લોકોને તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીસ, બીપી, ચામડીના દર્દી વગેરેના નિદાન અને સ્‍થળ પર પ્રાથમિક સારવાર આપવાના હેતુસર ગામેગામ ફરશે. ધનવંતરી આરોગ્‍ય રથમાં આર.બી.એસ.કે.ટીમના બે આયુષ તબીબ, એક ફાર્માસીસ્‍ટ અને એક એ.એન.એમ. તૈનાત રહેશે. આ સેવાનો સંબંધિત ગામો અને વિસ્‍તારોના ગ્રામજનો-નગરજનોને લાભ લેવા જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

૫૧ ધનવંતરી રથ દ્વારા ૨૦૦ સ્થળો પરથી ત્વરિત આરોગ્યલક્ષી સારવાર- દવાઓનું વિનામૂલ્યે વિતરણ

આ આરોગ્‍ય રથની એક ટીમ તા.૧૬ અને ૨૬ મી સપ્‍ટેમ્‍બરે નાનીઢોલડુંગરી, મોટી ઢોલડુંગરી અને ખારવેલ, તા.૧૭મીએ કરંજવેરી આંબાતલાટ અને ભાંભા, તા.૧૮મી અને ૨૯એ બોપી, ખામદહાડ અને ખટાણા, તા.૧૯, ૨૧ અને ૩૦ મીએ બરુમાળ, સીદુમ્‍બર અને કાકડકુવા, તા.૨૨મીએ પીંડવળ, ભાનવળ અને રાજપુરી તલાટ, તા.૨૩મીએ કુરગામ, તુંબી અને ટાંકી, તા.૨૪મીએ ધામણી, માકડબન અને ભેંસધરા, તા.૨૫મીએ બારસોલ, વીરવલ અને બામટી ગામોમાં અનુક્રમે સવારે ૯ થી ૧૧, ૧૧-૩૦ થી ૧-૩૦ અને ૨-૦૦ થી ૪-૦૦ દરમિયાન આરોગ્‍યની પ્રાથમિક સેવાઓ આપશે.

જ્‍યારે બીજી ટીમ તા.૧૬, ૨૩ અને ૩૦મી સપ્‍ટેમ્‍બરે કૉલેજ રોડ, સરકારી કોલોની રાજમહેલ રોડ, પાણીની ટાંકી, કાનજી ફળિયા, સહયોગ નગર, રામવાડી રંગ અવધુત, તા.૧૭ અને ૨૩મીએ વાલોડ ફ., શિવપાર્ક, આસુરા, સતીમાતા મંદિર, હાથીખાના, પ્રતાપબા અને પુષ્‍પતારા પાર્ક, દુરદર્શન કેન્‍દ્ર, દાતાર ફ., કુંભાર ફ., માછીવાડ, તા.૧૮ અને ૨૫મીએ જેલરોડ, ગવળી કલીક, આર.બતાસ્‍તી, મીનારા મસ્‍જીદ, લીમડાચોક, શાંતા પાર્ક, છોટુભાઇની ચાલ, હીરમાર્કેટ, સાંઇનાથનો વિસ્‍તાર, નગારીયા, નટવરપાર્ક, નાયકીવાડ, પઠાણ ફ.,

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 10.5 લાખ બાંધકામ શ્રમિકોને સારવાર અપાઈ

તા.૧૯ અને ૨૬મીએ વિમલેશ્વરમંદિર, દરજી ફ., ખેડૂતસંઘ, શાક માર્કેટ, લવજી ગલી, ગાંધીબાગથી બજાર ફ., કન્‍યાશાળા, પાંજરોલીયા ફ., સમડી ચોક, પ્રભુ ફ., મસ્‍જિદ, ધોબી ધોવાણ, કુંભારવાડ, દશોંદી ફ., તા.૨૧ અને ૨૮મીએ ધર્મુદાદાપાર્ક, રઘુવીર કો.ઓ.સો., મહાલક્ષ્મી સોસા., હનુમાન ફ., માછીયાચાલ, કૈલાશ રોડ, ઓઝરપાડા ચાર રસ્‍તા, વાડીલાલ, ધોધ ફ., ઓઝરપાડા પ્રા.શાળા તેમજ તા.૨૨ અને ૨૯મીએ દશેરાપાટી, ટેલીફોન એક્ષ્ચેન્‍જ, બાયપાસ રોડ, ત્રણ રસ્‍તા, નવીનગરી, ખોરીફ., સ્‍વામીનારાયણ સ્‍કૂલ, હનુમાન મંદિર સરકારી વસાહત, બાવરી ફ., વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે આરોગ્‍યની પ્રાથમિક સેવાઓ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.