Western Times News

Gujarati News

ભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનાવાશે

Files Photo

અમદાવાદ: ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર ખાતે સીએનજી ટર્મિનલ સ્થાપવા મંજુરી આપી છે ત્યારે હવે વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપવામાં ગુજરાત પ્રથમ રાજય બનશે

ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રુપ કોન્સોરીયમને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજુરી આપશે ૧૬૦૦ કિમી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત પોર્ટે કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે પ્રથમ તબક્કામાં રૂપિયા ૧૩૦૦ કરોડનું મુડીરોકાણ થશે પ્રોજેકટ પુર્ણ થતાં કુલ ૧૯૦૦ કરોડનું મુડીરોકાણ સીએનજી ટર્મિનલ પ્રોજેકટમાં થશે

રાજયના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ આકાર પામશે પ્રતિ વર્ષ ૧૫ લાખ ટન ક્ષમતા ધરાવતુ સીએનજી ટર્મિનલ બનશે પ્રતિ વર્ષ ૪૫ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રોરો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન છે શિપબ્રેકીંગ શિપ રિસાઇકિલગ ઉદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી સમાન વિશ્વનું સૌથી પ્રથમ સીએનજી ટર્મિનલ બનશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.