Western Times News

Gujarati News

ચારિત્ર્યની શંકાએ અધિકારીએ પત્નિના બેડરૂમમાં કેમેરા મુક્યા

વડોદરા: નિવૃત્ત નેવી અધિકારીએ લોકડાઉન દરમિયાન પોતાની પત્ની પર નજર રાખવા તેના બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. પતિ વિરુદ્ધ કોર્ટમાં પહોંચેલી પત્નીના પક્ષમાં આદેશ અપાયો તેને દર મહિને ૪૦,૦૦૦ મેઈન્ટેનન્સ તથા રૂમમાંથી સીસીટીવી હટાવી લેવાનાનો જજે આદેશ આપ્યો હતો. ઘટનાની વિગતો મુજબ, ૪૩ વર્ષનો નિવૃત્ત નેવી અધિકારી પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને દારૂ પીધા બાદ સીસીટીવી બંધ કરીને પત્ની સાથે મારપીટ કરતો હતો.

જેથી તેણે કરેલી હિંસાના કોઈ પૂરાવાઓ ન રહે. એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીએ પટેલે પાછલા અઠવાડિયે આપેલા પોતાના અંતરિમ આદેશમાં મહિલાને કેમેરા હટાવી લેવાની મંજૂરી આપી હતી. કોરોનાની મહામારીના કારણે મહિલા આ વર્ષે માર્ચ મહિનામાં જ મુંબઈથી પોતાના પતિ સાથે રહેવા વડોદરા શિફ્ટ થઈ હતી. આ પહેલા તે મુંબઈમાં પોતાના બે સંતાનોની સ્પોર્ટ્‌સ ટ્રેનિંગ હોવાથી તેમની સાથે રહેતી હતી.

૨૦મી મેએ ઓફિસરે પત્નીના બેડરૂમ તથા ઘરના અન્ય ભાગોમાં સીસીટીવી કેમેરા લગાવડાવ્યા. પરંતુ તેની પત્ની અને દીકરીને આ વિચિત્ર લાગતું હોવાથી તેમણે કેમેરાને કઢાવી લેવા વિનંતી કરી. જ્યારે તે વડોદરા આવી ત્યારે પણ પતિએ તેને અપશબ્દો કહ્યા અને મોબાઈલ ફોન તોડી નાખ્યો. જે બાદ પત્નીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. બાદમાં પતિએ તેના આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્‌સ પણ જપ્ત કરી લીધા. મહિલાની ફરિયાદ મુજબ, તેણે ફરીથી પોલીસને જણાવ્યું તેમ છતાં કોઈ કેસ ન નોંધાયો. આ ટોર્ચર એપ્રિલથી જૂન સુધી ત્રણ મહિના ચાલ્યું. તે જણાવે છે કે તેનો પતિ દારૂ પીધા બાદ અપશબ્દો બોલીની સતત મારપીટ કરતો જેમાં તેને ઈજા પણ થતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.