Western Times News

Gujarati News

રવિ કિશને એકવાર ફરી દેશની યુવાનીને ડ્રગ્સથી બચાવવા અપીલ કરી

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુતના મોત બાદ જે રીતે ડ્રગ્સના કનેકશનમાં બોલીવુડના કેટલાક નામ સામે આવ્યા છે ત્યારબાદ આ મામલા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વિવાદ જારી છે સંસદ સુધી તેની ગુંજ ઉઠી છે અને ડ્રગ્સ મામલામાં બોલીવુડમાં પણ બે જુથો પડી ગયા છે. બોલીવુડ અભિનેતા અને લોકસભા સાંસદ રવિશકર અને રાજયસભાના સાંસદ જયા બચ્ચનની વચ્ચે નિવેદનબાજી જાેવા મળી રહી છે આ દરમિયાન રવિ કિશને એકવાર ફરીથી દેશની જવાનીને ડ્રગ્સથી બચાવવાની અપીલ કરી છે.

રવિ કિશને કવિતા લખવાના અંદાજમાં આજે સવારે ટ્‌વીટ કર્યું અને કહ્યું રોક દો નશે કે દરિયા મેં,બહતે હુયે પાની કો.અભી ભી વકત હૈ બચા લો દેશ કી જવાની કો.વકત રહેતો જાે ન જાગે તુમ તો અનર્થ હો જાયેગા. નશે કી લત સે તુમ્હારા સારા જીવન વ્યર્થ હો જાયેગા. આ પહેલા ગોરખપુર લોકસભા વિસ્તારથી સાંસદ રવિ કિશને ટ્‌વીટ કર્યું કે કવિતા લખી હતી.
બોલીવુડમાં ડ્રગ્સ કનેકશનને લઇ સાંસદ રવિ કિશને સોમવારે લોકસભામાં કહ્યું હતું કે ડ્રગસને કલ્ચર દેશમાં વધી રહ્યું છે અને તેના તાર બોલીવુડથી પણ જાેડાયેલા છે આવામાં તપાસ કરવી જાેઇએ રવિ કિશને કહ્યું કે હું નીચેથી ઉપર આવ્યો છે મેં થાળીમાં છેદ કર્યો નથી જયાજીથી આ આશા ન હતી.

રવિ કિશને કહ્યુંં કે હું સેટ્રલ હોલમાં તેમના પગે પડુ છું મને લાગે છે કે તે સમર્થન આપશે જયાજીએ મારા નિવેદનને સાંભળ્યુ નથી દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇડસ્ટ્રીઝને એક પ્લાન હેઠળ ખતમ કરવામાં આવી રહી છે. આપણે આ ઇડસ્ટ્રીઝને બચાવવાની છે ફિલ્મ ઇડસ્ટ્રીના એક જવાબદાર સભ્યના રૂપમાં આ ફકત મારો અધિકાર જ નહીં પરંતુ સંસદમાં તેને ઉઠાવવાનું મારૂ કર્તવ્ય છે અને જયાજીને તેનું સમ્માન કરવું જાેઇએ.

જયા બચ્ચને કહ્યું હતું કે જે લોકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી નામ કમાયુ તે તેને ગટર બતાવી રહ્યાં છે હું તેનાથી બિલકુલ સહમત નથી હું સરકારથી અપીલ કરૂ છું કે તે આવા લોકોને કહે કે તે આ રીતની ભાષાનો ઉપયોગ ન કરે તેમણે એક સમયે આવા લોકો માટે કહ્યું હતું કે જે થાળીમાં ખાય છે તે થાળીમાં છેદ કરે છે તેમણે કહ્યું કે ઇડસ્ટ્રીઝને સોશલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.