Western Times News

Gujarati News

દુબઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટને 15 દિવસ માટે રદ્દ કરી

પ્રતિકાત્મક

નવી દિલ્હી, દુબઈ એરપોર્ટે 15 દિવસ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ફ્લાઈટને સસ્પેન્ડ કરી દીધી છે. એટલે કે, 2 ઓક્ટોબર સુધી દુબઈમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જશે નહીં. 4 સપ્ટેમ્બરના રોજ જયપુર-દુબઈ ફ્લાઈટમાંથી કોરોના સંક્રમિત યાત્રી મળ્યા બાદ દુબઈ સરકારે આ પગલુ ભર્યું છે. દુબઈ સિવિલ એવિએશન એથોરીટીનું કહેવું છે કે, આવું બીજી વખત થયું છે. એર ઈન્ડિયાએ આવી ઘટનાઓને બનતા રોકવા માટે એખ વિસ્તૃત સુધારાત્મક કાર્યવાહી કરવી પડશે. તે બાદ જ 15 દિવસનો પ્રતિબંધ પૂર્ણ થયા બાદ દુબઈ માટે એર ઈન્ડિયાની ફ્લાઈટોની ઉડાનને શરૂ કરવાની પરમિશન મળશે.

એથોરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે, દુબઈ આવનારા એક યાત્રીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા 2 સપ્ટેમ્બરના રોજ તમને પત્ર લખ્યો હતો. તે વ્યક્તિને અન્ય યાત્રિકોને જોખમમાં મુક્યાં હતાં. અને સાથે આ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર રિસ્ક છે. તમે તેનાથી અવગત હશો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.