Western Times News

Gujarati News

સન્માન કમાવવા નીકળવું, ફેમસ થવા નહીં : સોનુ સુદ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને તેમનો મસીહા બની ગયો છે. તે છેલ્લા ઘણાં મહિનાઓથી સતત જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે. સોનુ પાસેથી મદદ માંગનારા લોકો ક્યારેય નિરાશ થતાં નથી. આ દરમિયાન સોનુએ ફેન્સને ટિ્‌વટ કરીને એક એવો મેસેજ આપ્યો જેને વાંચીને બધાં જ તેના વખાણ કરી રહ્યાં છે. સોનુની આ ટિ્‌વટ પર સ્વરા ભાસ્કરે પણ પ્રતિક્રિયા આપી છે.

સોનુએ તેની ટિ્‌વટમાં લખ્યું સન્માન કમાવવા નીકળવું, ફેમસ થવા નહીં, ફેમસ તો ઘણાં લોકો છે પરંતુ હવે તે ક્યારેય સન્માન કમાવી શકશે નહીં. સોનુની આ ટિ્‌વટ પર ખૂબ રિએક્શન આવી રહ્યાં છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ ક્લેપ કરતા ઈમોજી મોકલ્યા છે. સોનુના ફેન્સ તેની આ ટિ્‌વટ પર કમેન્ટ્‌સ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, ઘણાં લોકો સોનુ પાસેથી અજીબ ડિમાન્ડ કરે છે.

જોકે, એક્ટર પણ આવી ડિમાન્ડ કરતા લોકોને મજેદાર જવાબ આપીને તેમને ચુપ કરાવી દે છે. હાલમાં જ એક યુઝરે સોનુને બિહારની ચૂંટણી માટે ભાજપ તરફથી ટિકિટ અપાવવાની માંગ કરી. યુઝરે ટિ્‌વટર પર લખ્યું, સર, આ વખતે મારે બિહાર (ભાગલપુર)થી વિધાનસભાની ચૂંટણી લડવી છે અને જીત મેળવીને સેવા કરવી છે. બસ, સોનુ સાહેબ, તમે મને ભાજપ તરફથી ટિકિટ અપાવી દો. તેના જવાબમાં સોનુ સૂદે લખ્યું, બસ, ટ્રેન અને પ્લેનની ટિકિટ સિવાય મને કોઈ જ ટિકિટ અપાવતા આવડતું નથી. સોનુ સૂદના આ જવાબ પર ફેન્સ ખૂબ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.