Western Times News

Gujarati News

વાપી-વી.આઇ.એ. ખાતે સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કીટ સહાય વિતરણ કરાયું

વલસાડ: વલસાડ જિલ્લાના વાપી-વી.આઇ.એ. હોલ ખાતે રાજ્‍ય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કાર્યક્રમ પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્‍યાણના પૈકીના બીજા બે પગલાની શરૂઆત કરી બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્‍માન કરી ચેકોનું વિતરણ મહાનુભાવોના હસ્‍તે કરાયું હતું.

આ અવસરે ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારે ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવા સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના અમલી બનાવી છે. જેના થકી ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરતાં ખર્ચમાં ઘટાડો અને ગાય આધારિત ખેતી થકી ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકશે.

આ અવસરે પ્રાકૃતિક ખેતીને લગતી વિગતો અને યોજનાઓની જાણકારી આપી હતી. આ અવસેર પારડી તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ હેમંતભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, ખેતીવાડી તેમજ આત્‍મા પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ, ખેડૂતમિત્રો, હાજર રહયા હતા

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.