Western Times News

Gujarati News

કોરોનાનો જાતે ટેસ્ટ કરાવી મુખ્યમંત્રીએ પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ સર્જયુ

ઠેર-ઠેર કોરોના ટેસ્ટ કરાવવા નાગરિકોમાં જાગૃતિ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં કોરોના ટેસ્ટ ઝડપથી થાય અને લોકોને પણ તેના માટે સરળતા રહે તે હેતુથી રાજય સરકારના આદેશ પછી કોર્પોરેશન પણ સતર્ક થઈ ગયુ છે અને અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર કોરોના ટેસ્ટીંગ માટેના મંડપો ઉભા કરી દેવાયા છે. ડોમ પ્રકારના મંડપોમાં કોરોના દર્દીઓનું ટેસ્ટીંગ શરૂ કરી દેવાયુ છે. લોકોમાં પણ તેને લઈને જાગૃતિ આવી ગઈ છે. રન્નાપાર્ક પ્રભાત ચોક ખાતે મોટી સંખ્યામાં નાગરિકો સવારથી જ કોરોના ટેસ્ટ કરાવવા ઉમટી પડે છે કોરોના ટેસ્ટીંગને લઈને લોક જાગૃતિ જાેવા મળી રહી છે

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાતે કોરોના ટેસ્ટીંગ કરાવીને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે. જયારે રાજયનો વડો પોતે કોરોના ટેસ્ટ કરાવીને પ્રજાને કહે કે કોરોના ટેસ્ટીંગથી ડરવાની જરૂર નથી ત્યારે સ્વાભાવિક રીતે નાગરિકોમાં એક વિશ્વાસનું વાતાવરણ સર્જાતુ હોય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત પ્રજાલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં અને તેમને કોરોનાના કોઈપણ લક્ષણ ન હોવા છતાં જાતે કોરોના ટેસ્ટ કરાવતા ધીમેધીમે લોકોની હિંમત ખુલી છે અને ટેસ્ટીંગ કરાવવા લાગ્યા છે

આ કામમાં કોર્પોરેશનના કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તબીબો, મેડીકલ- પેરા મેડીકલ સ્ટાફ જાેડાયો છે. આ તમામ કોરોના વોરિયર્સ ખરેખર ધન્યવાદને પાત્ર છે મુખ્યમંત્રીના સૂરમાં સૂર પુરાવીને જાે કોરોના સામે લડાઈ છેડાય તો કમસે કમ કોરોના કાબુમાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.