Western Times News

Gujarati News

પ્રાંતિજ જાયન્ટસ ગુપ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે જાયન્ટસ ગુપ દ્વારા જાયન્ટસ વિક ની ઉજવણી ના ભાગ રૂપે જાયન્ટસ ગુપ દ્વારા ઉકાળા નું વિતરણ વુક્ષા રોપણ તથા સિવિલ ખાતે ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું તો નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં અને જાયન્ટસ ની કામગીરી ને બિરદાવી હતી.

પ્રાંતિજ ખાતે સેવાભાવી સંસ્થા તરીકે કાર્યરત જાયન્ટ ગૃપ ઓફ પ્રાંતિજ દ્વારા જાયન્ટસ વિક ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પ્રાંતિજ ખાતે જાયન્ટસ ગુપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વુક્ષા રોપણ કાર્યક્રમ  , પ્રાંતિજ નગર ના વિવિધ વિસ્તારોતથા કન્ટેઇનમેન્ટ ઝોન માં અમૃત પેય ઉકાળો પીવડાવવામાં આવે છે તો નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓને ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું તો નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જાયન્ટસ ગુપ ની કામગીરી ને બિરદાવી હતી.

આજે તેવો સ્થળ મુલાકાત પણ લીધી હતી અને જાયન્ટસ ની કામગીરી ને બિરદાવી હતી તો આ પ્રસંગે જાયન્ટસ સ્થાપક ર્ડા.એન.કે.ડેરિયા  , જાયન્ટસ ગુપ ના પ્રમુખ ર્ડા.કેયુરભાઇ પ્રજાપતિ  , સોનાસણ સરકારી આયુર્વેદિક દવાખાના  ર્ડા. અંકિતાબેન પરમાર  , સુનીલદાસજી મહારાજ  , જાયન્ટસ મંત્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ  , નગરપાલિકાના બાંધકામ સમિતિ ના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી  ,  પીયુષ ભાઇ શાહ  , ઉપસ્થિત રહ્યા હતા . સંજય રાવલ પ્રાંતિજ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.