Western Times News

Gujarati News

સુરતમાં ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવાનું મોટું કૌભાંડ ઝડપાયું

પ્રતિકાત્મક

ધોરણ ૧૦ની માર્કશીટ પણ બનાવવામાં આવતી હતી-નકલી માર્કશીટ, લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઈલેકશન કાર્ડ સહિત વગેરે ડુપ્લીકેટ બનાવી આપતો હતો
સુરત,  શહેરમાંથી ધો.૧૦ની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે ડામી ગ્રાહક તૈયાર કરી અને માર્કશીટ લેવાના બહાને તેને બોલાવ્યો હતો. અને માનદરવાજાના હળપતિવાસમાં રહેતા યુવકને સલાબતપુરા પોલીસે રંગેહાથે હાથે ઝડપી પાડ્યો હતો. આ યુવક નકલી માર્કશીટ, લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઈલેકશન કાર્ડ, પાનકાર્ડ અને સંસ્થાના નોંધણી પ્રમાણપત્ર ડુપ્લીકેટ બનાવી આપતો હતો અને આ માટે તે લોકો પસેથી ખાસ્સી મોટી એવી રકમ પડાવતો હતો. સુરત શહેરમાંથી નકલી ધો.૧૦ની માર્કશીટ બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આ યુવકને ઝડપી પાડવા એક જાળ રચી હતી.

પોલીસે ધો-૧૦ની માર્કશીટ લેવા માટે ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. અને આરોપી કમલેશ રાણાએ ધો-૧૦ની માર્કશીટ લેવા માટે શનિવારે બપોરે ગ્રાહકને એસએમસી ટેનામેન્ટ માન દરવાજા ચામુંડા ઝેરોક્ષ ખાતે બોલાવ્યો હતો. જ્યાં પોલીસે પહોચી જઈ યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ યુવક છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ માર્કશીટ, લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઈલેકશન કાર્ડ, પાનકાર્ડ અને સંસ્થાના નોંધણી પ્રમાણપત્ર ડુપ્લીકેટ બનાવી આપતો હતો અને આ માટે મોટી રકમ લેતો હતો.

યુવક આમ તો એલઆઈસી એજન્ટ છે. પોલીસને તેની ધરપકડ પાસેથી એક બેગ મળી હતી જેમાં પોલીસે તપાસ કરતા સુરતની પ્રાયમરી શાળા ગોપીપુરા સંઘારીવાડનું શાળા છોડ્યાનું શાળાના સિક્કા અને સિમ્બોલ સાથેનું કોરૂ પ્રમાણપત્ર, સીમ્ગા ઈંગ્લીશ હાઇસ્કૂલનું શેટીગર પ્રકાશ મજુનાથનું સ્કૂલ લીવીંગ સર્ટી ઉપરાંત લેપટોપ અને ૩૨ જીઈબીની પેનડ્રાઇવ મળી આવી હતી.

લેપટોપમાંથી પાનકાર્ડ, આર.સી.બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ, માર્કશીટ, લાઇટબીલ, ટેક્ષબીલ, રેલવે ટિકિટ, સુરત મહાનગર પાલિકાનુ નોંધણીનુ પ્રમાણપત્ર તેમજ બીજા અસંખ્ય પ્રમાણપત્ર અસલ તેમજ ડુપ્લીકેટ મળી આવ્યા હતા. વધુમાં આરોપી કમલેશ રાણાને ઇમેઇલથી અગાઉ પઠાણ મોહંમદ રિઝવાન તેમજ શેખ અસરફ શકીલને ધો-૧૦ અને ધો-૧૨ની માર્કશીટ તેમજ સર્ટિફિકેટ બનાવી પીડીએફ ફાઇલ બનાવી મોકલી આપી હતી. વધુમાં જે ડુપ્લીકેટ એસએસસીની માર્કશીટ આપી તે વર્ષ ૨૦૧૨ની હતી. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.