Western Times News

Gujarati News

સુરતમાં હીરા ઉદ્યોગની ચમક પાછી આવી : અમેરિકા, યુરોપ તેમજ ચીનમાં હિરાની ડિમાન્ડ વધી

ભારતમાં ઓગસ્ટ મહિનામાં પોલિશ કરેલ હીરાનો બિઝનેસ ૯૦૦૦ કરોડનો થયો, પાછલા વર્ષે ૧૧૦૦૦ કરોડ હતો

સુરત: સુરતના હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે પોતાની ચમક ગુમાવી ચૂકેલા હીરો ઉદ્યોગમાં ફરીથી તેજી આવી રહી છે. છેલ્લા બે મહિના દરમિયાન અમેરિકા, યુરોપ અને ચીનમાં હીરાની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા મુજબ, ભારતમાં ઓગસ્ટ મહિનામાં પોલિશ કરેલા હીરાનો બિઝનેસ ૯૦૦૦ કરોડનો થયો છે, જે પાછલા વર્ષે ૧૧,૦૦૦ કરોડ હતો. આમ આ વર્ષે તેમાં ૨૦ ટકાનો ઘટાડો કહી શકાય. જ્યારે એપ્રિલમાં ૩૦૦૦ કરોડના હીરા એક્સપોર્ટ થયા હતા,

એવામાં પાછલા ચાર મહિનામાં આ મોટો ઉછાળો કહી શકાય. ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ્‌સનું કહેવું છે કે, પોલિશ કરેલા હીરાના એક્સપોર્ટમાં રિકવરી આવી છે અને અમેરિકા, યુકે તથા ચીનમાં તેની ડિમાન્ડમાં વધારો થયો છે. એક્સપર્ટ્‌સનું કહેવું છે કે, ઓક્ટોબર મહિનાથી નિકાસના આંકડા પાછલા વર્ષ જેટલા થઈ શકે છે. જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ કહે છે, એપ્રિલ મહિનામાં ભારતમાં હીરા અને જ્વેલરીમાં ૩૬ મિલિયન ડોલરના એક્સપોર્ટની સામે ઓગસ્ટમાં તે ૧.૭૬ બિલિયન ડોલર થયા છે. કેટલાક દેશોમાંથી ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે,

ખાસ કરીને અમેરિકા, યુકે અને ચીન. ડાયમંડ યુનિટ પૂર્ણરીતે કાર્યરત થયા છે અને નોર્મલ તરફ વળી રહ્યા છે. શાહ વધુમાં કહે છે, જેવી રીતે બિઝનેસ વધી રહ્યો છે અમને આશા છે કે નાણાંકીય વર્ષના અંત સુધીમાં એક્સપોર્ટમાં ૨૦-૨૫ ટકા સુધીનો જ ઘટાડો રહેશે. એપ્રિલથી ઓગસ્ટના સમય દરમિયાન કટ અને પોલિશ કરેલા ૩૦૦૦૦ કરોડના હીકા એક્સપોર્ટ કરાયા જ્યારે પાછલા વર્ષ દરમિયાન આ સમય ૪૬૦૦૦ કરોડના હીરા એક્સપોર્ટ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.