Western Times News

Gujarati News

વિરોધ પક્ષોના બહિષ્કાર વચ્ચે કૃષિથી જોડાયેલ ત્રીજુ બિલ પણ રાજયસભામાં પાસ

File

નવીદિલ્હી, કૃષિ વિધેયકો પર સંસદમાં વિરોધ પક્ષ અને મોદી સરકાર વચ્ચે તનાતની ચાલુ છે. જાે કે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો દ્વારા ચોમાસુ સત્રનો બહિષ્કાર કરવાના નિર્ણય વચ્ચે મોદી સરકારે રાજયસભામાં કૃષિ બિલથી જાેડાયેલ ત્રીજુ વિધેયક પણ આજે પાસ કરાવી લીધુ હતું. આજે મંગળવારે રાજયસભામાં અનાજ ખાદ્ય તેલ ડુંગળી અને બટાટાને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવવાની જાેગવાઇ વાળા વિધેયકને મંજુરી આપી દીધી છે.

આ પહેલા રવિવારે રાજયસભામાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજય સંવર્ધન અને સુવિધા વિધેયક ૨૦૨૦ અને કૃષક સશક્તિકરણ અને સંરક્ષણ કીમત આશ્વાસન સમજૂતિ અને કૃષિ સેવા પર કરાર વિધેયક ૨૦૨૦ને મંજુરી આપી દીધી હતી આજે મંગળવારે આવશ્યક વસ્તુ સંશોધન વિધેયક રાજયસભાથી પાસ કરાવ્યા બાદ કૃષિથી જાેડાયેલ ત્રણેય વિધેયકોને સંસદની મંજુરી મળી ગઇ.

એ યાદ રહે કે કોંગ્રેસ સહિત સમગ્ર વિરોધ પક્ષોએ એક સ્વરમાં કહ્યું છે કે જયાં સુધી કૃષિ બિલોને પાછા લેવામાં આવશે નહીં ત્યાં સુધી તેઓ સંસદના બચેલા ચોમાસુ સત્રનો બહિષ્કાર કરશે રવિવારે આજ કૃષિ બિલોની વિરૂધ્ધ રાજયસભામાં ભાગે હંગામો થયો હતો ત્યારબાદ કાર્યવાહી હેઠળ વિરોધ પક્ષના આઠ સાંસદોને બરતરફ કરી દેવામાં આવ્યા હતાં.
આ કાર્યવાહી બાદ આ આઠેય સાંસદ સંસદ પરિસરમાં જ સોમવારે ધરણા પર બેસી ગયા હતાં રાતભર તે ધરણા પર બેઠા રહ્યાં સવારે ઉપસભાપતિ હરિવંશ પોતાના ઘરેથી ચ્હા લઇ તેમની પાસે પહોંચ્યા હતાં પરંતુ સાંસદોએ ઘરણા ખતમ કર્યા નહીં ત્યારબાદ ખુદ ઉપસભા પતિ એક દિવસના ઉપવાસપર બેસી ગયા હતાં જાે કે બાદમાં આઠેય સાંસદોએ ધરણા ખતમ કર્યા હતાં.

જે ત્રણ વિધેયકો પસાર કરવામાં આવ્યા છે તેમાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજય સંવર્ધન અને સુવિધા વિધેયક છે જેમાં ઉપજ કયાંય પણ વેચી શકાશે સારા ભાવ મળશે ઓનલાઇન વેચાણ થશે, મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ પર કિસાન સશક્તિકરણ અને સંરક્ષણ સમજૂતિ કિસાનોની આવક વધશે વચેટીયા ખતમ થઇ જશે પુરવઠા ચેન તૈયાર થશે, આવશ્યક વસ્તુ સુધારા અનાજ ખાદ્ય તેલ બટાટા ડુંગળી અનિવાર્ય વસ્તુ રહેશે નહીં તેના ભંડારણ થશે કૃષિમાં વિદેસી રોકાણ આકર્ષિત થશે. જાે કે ખેડૂતો આ ત્રણેય બીલનો વિરોધ કરી રહ્યાં છે ખેડૂતોએ તેનો વિરોધકરવા માટે પંજાબ સહિતના રાજયોમાં આજે ચક્કાજામ કર્યું હતું અને તેઓ દેખાવો અને પ્રદર્શનો કરી રહ્યાં છે તેમની માંગ છે કે જયાં સુધી બીલ પાછુ ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.