Western Times News

Gujarati News

આર્કટિક મહાસાગરમાં બરફ પિગળવાનો રેકોર્ડ તુટ્યો

આર્ટિક, ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક મહાસાગરમાં બરફ પિગળવાનું સતત શરુ જ છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જે રીતે બરફ પિગળી રહ્યો છે તે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખશે. નેશનલ સ્નો એનેડ આઇસ ડેટા સેન્ટરના સંશોધકોએ જણાવ્યું કે 15 સપ્ટેમ્બરના રોજ એવી આશંકા હતી કે સૌથી વધારે બરફ પિગળી જશે. સમુદ્રમાં જે બરફ રહેલો છે તેની ઉપગ્રહના માધ્યમથી તસવીર લેવાનું અને મોનિટર કરવાનું કામ ચાર દાયકા પહેલા જ શરુ થઇ ગયું છે. ત્યારે 2012ના વર્ષથી જ બરફ સતત ઘટી રહ્યો છે.

સૌથી પહેલા જ્યારે બરફનું માપ કાઢવામાં આવ્યું તો તે 1.32 મિલિયન વર્ગ મીલ હતું. ત્યારબાદથી તેમાં દર વર્ષે સતત ઘટાડો થઇ રહ્યો છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ બધુ જલવાયુ પરિવર્તનના કારણે થઇ રહ્યું છે. તો એક મત વો પણ છે કે જંગલોમાં લાગતી ભયાનક આગ અને આ ગ્લેશિયર્સના પિગળવા વચ્ચે સંબંધ છે. તો બીજી તરફ સૂરજની ગરમીના કારણે સમુદ્રી બરફ પિગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ બધા કારણોસર આર્કટિકનો બરફ પિગળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.