Western Times News

Gujarati News

હીરા પર લાગતી એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડવાની માગ કરાઈ

સુરત, સાંસદ દર્શના જરદોશે સંસદમાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યાઓ અંગે રજુઆત કરી છે. સંસદના સત્ર દરમિયાન શૂન્યકાળમાં હીરાઉદ્યોગની સમસ્યાની રજૂઆત દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી છે. સાંસદ દર્શનાએ ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી છે.તેઓએ એક્સપોર્ટ ડ્યુટીને સાડા સાત ટકાથી ઘટાડી બે ટકા કરવા માટેની રજૂઆત કરી છે સાથે જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તે માટે પણ રજૂઆત કરી છે. સંસદમાં દર્શના જરદોશે જણાવ્યું હતું કે જ્ઞાન વર્ષ પછી સંસદમાં તેઓ પ્રથમ વાર ગુજરાતીમાં સંબોધન કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે સુરત એશિયાનું નહીં પરંતુ વિશ્વનું વિકાસશીલ શહેર છે જેમાં મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે.

ભારત સરકાર દ્વારા તેને ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાની પરિસ્થિતિમાં સૌથી પહેલો ઉદ્યોગ શરૂ થયું હોય તો ડાયમંડ ઉદ્યોગ છે. આંતરરાષ્ટ્રીય બજાર શરૂ થતાં નિકાસ શરૂ થઈ ગઈ છે પહેલા કરતા હાલ જુદી રીતે હીરા કટિંગ અને પોલિશિંગ થાય છે ૧૦૦માંથી ન ૯૦હીરા સુરતમાં તૈયાર થતું હોય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે એક્સપોર્ટ થાય છે ત્યારે ૨૦૦ કરોડ ઉપર સાડા સાત ટકાનો ડ્યુટી લગાડવામાં આવે છે એમાંથી જો ૫૦ કરોડનો માલ પરત થાય તો એના પર પણ ડ્યુટી લગાડવામાં આવતું હોય છે જે બે ટકા ડ્યૂટી કરવા માંગ છે ઇન્ટરનેશનલ ટ્રેડ શરૂ થઈ ગયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.