Western Times News

Gujarati News

Health: સાંધાનો દુખાવો, રૂમેટોઇડ આર્થરાઇટીસ છે! કરો આ ઉપાય

નમસ્તે સોમભાઈ – તમારા કહેવા પરથી વાયુને કારણે દુખાવો થયો હોય એમ લાગે છે. જો તમને વીશ્વાસ હોય અને સારા સેવાભાવી વૈદ્ય મળી શકે તેમ હોય તો રુબરુ મળવું જોઈએ, જે પ્રશ્નોત્તરીથી જાણી શકે કે ખરેખર દુખાવાનું કારણ શું છે. એલોપથીમાં સામાન્ય રીતે વાયુવીકારની દવા હોતી નથી . Whole body joint pain- rheumatoid arthritis- swelling- pain due to gas in stomach.

એ લોકો પેઈનકીલર આપે અને અમુક સમય સુધી દર્દમાં રાહત થાય. . કેટલીક વાર વાયુ સમી જતાં દર્દ જતું પણ રહે. વાયુનાશક ઔષધો લેવાં, જે ઘણા પ્રકારનાં હોય છે. તમને અનુકુળ આવે તે લઈ શકાય..

કમરનો દુખાવોઃ કમરના દુખાવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે જેમાં ઉઠવા બેસવાની ખરાબ આદતો પણ આવી જાય છે. ઘરગથ્થુ ઉપાયઃ સુંઠ અને હીંગ નાખીને તેલ કરમ કરી માલીશ કરવાથી કમરના દુખાવામાં ફાયદો થય છે. જાયફળને સરસીયાના તેલમાં ઘસી કમર પર માલીશ કરવાથી કમરનો તેમજ સંધીવાનો દુખાવો મટે છે.

સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી માલીસ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. ૩૦ ગ્રામ કપુર અને ૨૦૦ ગ્રામ સરસીયું તેલ ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ ૧૫-૨૦ મિનિટ માટે તડકામાં મુકી રાખો . આનાથી નીયમીત માલીશ કરો. ૨૦ ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સીંધવ ભેળવી તેમાં કપડું પલાળો.

આ કપડાથી કમરને શેકવાથી દુખાવામાં રાહત રહેશે. સુંઠ?અને અશ્વગંધાનું ચુર્ણ સરખા ભાગે હળવો નાસ્તો કર્યા પછી અડધી ચમચી લો. કમરના દુખાવા માટે?આ શ્રેષ્ઠ?ઔષધી છે.

અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. સુંઠ અને ગોખરુંનો સરખે ભાગે ઉકાળો બનાવી, દરરોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથી ઉમેરી પીવાથી કમરના દુખાવામાં રાહત રહેશે.

રાતે એક ગ્લાસ ગરમ દુધમાં પા ચમચી સુંઠ?અને હળદર ભેળવી સુતાં પહેલાં નીયમીત રીતે પીવાનું રાખો. રોજ સવારે નરણા કોઠે અખરોટના ૩-૪ ટુકડા ખુબ ચાવીને ખાવ. ૧૦ ગ્રામ સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દુધ સાથે લેવાનું રાખો. સીંધવ, સુંઠ અને મરી સરખા ભાગે લઇ ક્રશ કરો. આ મીશ્રણ એક ચમચી દરરોજ દુધ સાથે લો. બાવળના ગુંદરનો પાઉડર બનાવી દુધ સાથે અડધી ચમચી લેવાથી કમરના દુખાવામાં રાહત થશે.

9825009241

શું ખાવું? શું ન ખાવું? કમરના દુખાવાને દુર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રીંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. વાસી ખોરાક ન લેવો, તેલ, મસાલા, અથાણાં ન ખાવાં જોઇએ.

સ્નાયુઓનો દુખાવો મટાડવામાં દહીં, છાસ, આમલી જેવી ખટાશ સદંતર બંધ કરવી જોઈએ. પગની એડી, કેડ, ડોક કે સાંધાના દુખાવામાં સવારે ખાલી પેટે મેથીનો તાજો ઉકાળો પીવાથી થોડા જ દીવસોમાં લાભ થાય છે. સાદો-સુપાચ્ય તાજો આહાર લેવો. લસણ, હીંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દુર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથી કમરનો દુખાવો થાય છે.

શું કરવું? શું ન કરવું? ઉજાગરા ન કરવા જોઇએ. મળ, મુત્ર, છીંક વગેરેના વેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજીયાત ન થવા દેવી, ચીંતા, ભય, ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ. જ્યારે પણ ખુરશી પર બેસો ત્યારે પીઠને ખુરશી સાથે ટેકો આપી કરોડરજજુને સીધી રાખીને જ બેસો.

ખુરશી હાથાવાળી હોવી જોઈએ અને પીઠને ટેકો આપવામાં મદદગાર હોવી જોઈએ. ચાલતી વખતે, બેસતી વખતે અને સુતી વખતે છાતી આગળ અને પેટ દબાયેલું હોવું જોઈએ, એટલે કે કરોડને સીધી રાખવી જોઈએ.

આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. ઉંમર વધતાં વાયુની તકલીફ પણ વધે છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, લેવો પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું ઓછું લેવું. દુખાવો થતો રોકવાનો આ ઉત્તમ ઉપાય છે. દુખાવો દુર કરવા પોતાને અનુકુળ ઔષધ લેવું, દુખાવો દુર કરવાનાં ઘણાં ઔષધો છે.

નગોડનાં પાનને કપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે. નગોડનાં પાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી શેક કરવાથી દુખાવો મટે છે. ૧-૧ ચમચો ગોખરુનું ચુર્ણ સવાર સાંજ હુંફાળા દુધ સાથે કે પાણી સાથે લેવાથી.સર્વ પ્રકારનો દુખાવો દુખાવાઓ મટે છે,

વા પ્રધાન પ્રયોગ- ઘણા લાંબા સમય સુધી જાળવી રાખવાથી સ્થાયી લાભ થઈ શકે. –એલચી, શેકેલી હીંગ, જવખાર અને સીંધવનો કાઢો કરી તેમાં એરંડીયું મેળવી આપવાથી કમર, હૃદય, દુંટી, પીઠ, મસ્તક, કર્ણ, નેત્ર, પગ વગેરે ઠેકાણે થતું સર્વ પ્રકારનું શુળ મટે છે.

થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે. પગના સાંધા દુખે છે આથી વાયુવીકાર પણ કારણ હોઈ શકે, પણ ચોક્કસ કારણ તો યોગ્ય આરોગ્ય ચીકીત્સક તમારી સાથે પ્રશ્નોત્તરી કરીને કહી શકે, અને તે મુજબ ઉપાય સુચવી શકાય .

સાંધાના દુખાવા વીશે મારી પાસે નીચે મુજબ માહીતી છે, જો આપને એ ઉપયોગી થાય તો યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો. . સાંધાનો દુખાવો સર્વાંગ જો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે.

સ્નાયુઓનો દુખાવો, નગોડના તેલ – નીર્ગુંડી તેલની માલીશ કરવાથી, સોજો અને દુખાવો બંને મટી જાય છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે.,. સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો ,

આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે . લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો . અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે . કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.

તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે મહાયોગરાજ ગુગળ., કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે.. ઓસ્ટીઓ આર્થરાઇટીસ મોટી ઉંમરની વ્યક્તિઓમાં થાય છે.

જ્યારે આ રૂમેટોઇડ આર્થરાઇટીસ ૨૫ થી ૫૦ વર્ષની વ્યક્તિઓમાં વધારે થાય છે. બાળકોમાં પણ ક્યારેક પણ જોવા મળે છે. આ રોગમાં સાંધામાં સોજો આવી જાય છે અને સાંધા વચ્ચે આવેલું કર્ટીએજ નકામું અને ખરબચડું બની જાય છે. જેના કારણે દુખાવો થાય છે. ૧ ટકા લોકો આ રોગથી પિડાય છે.

શરીરમાં વાતપ્રકોપ થવાથી આ રોગ ઉત્પન્ન થાય છે. જેમાં દર્દીને સંધી વા ન હોવા છતાં શરીરમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. દર્દીને એકવાર ખભો દુખે બીજી વાર કમર દુખવાની ફરિયાદ કરે. બીજા દિવસે પાછુ ઘૂંટણ દુખવાની ફરિયાદ કરે તો હાથને આંગળીઓમાં દુખાવો થયા કરે. દર્દીની સ્થિતિ કોઈ સમજે નહીં, દર્દી હાસ્યાસ્પદ થઈ રહે. જેને સાદી ભાષામાં ફરતો વા અથવા લોહીના વા તરીકે ઓળખવામાં આવે છે.

આ પ્રકારના વામા આખા શરીરના નાના-મોટા સાંધા દુખે છે અને દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. વીજળીનો ઝાટકો લાગતો હોય તેવું લાગે, બળતરા થાય, બેસાય નહીં. બેઠા પછી ઊભા થવામાં મુશ્કેલી પડે. પલાંઠી વાળતા જીવ નીકળી જાય. સંડાસમાં બેસતા બેસતા આંખમાંથી આંસુ નીકળી જાય. આખા શરીરમાં કળતર થાય, આળસ આવે.

ઊંઘવામાં તકલીફ પડે. દાદરા ચડવામાં ખૂબ જ દુખાવો થાય. કયારેક દુખાવો રાત્રે વધે તો ક્યારેક બપોરે વધે. ભોજનની અરુચિ રહે. ચાલવામાં તકલીફ પડે ક્યારેક સમતુલન ગુમાવી દે. રૂમેટોઇડ આર્થરાઇટીસ સામાન્ય ભાષામાં લોહીના વા અથવા ફરતા વા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ રોગમાં ઢીંચણ, ખભા, ઘૂંટી-કાંડા એમ અલગ અલગ શરીરના સાંધા જકડાવા લાગે છે. ક્યારેક એક સાંધાનો દુખાવો મટી જાય અને બીજો સાંધો પકડાઈ જાય.

આ રોગ શરીરની ચયાપચય ક્રિયામાં વિક્ષેપ પડવાથી થાય છે. લોહીનું પરીક્ષણ કરાવતા તેમાં ઇછ પોઝિટીવ આવે છે. ઇછ બે પ્રકારના જોવા મળે છે. જેમાં જીનેટીક ઇછ જે વારસાગત રોગ લાવે છે. અને તેના કારણે બાળકોમાં પણ આ રોગ થઇ શકે છે. બીજા પ્રકારના ઇછ ઇન્ફેકશનના કારણે જોવા મળે છે.

ભૂતકાળમાં સીફીલીસ, ટી.બી.ગોનોરિક જેવા ઇન્ફેકશન થયા હોય એનું કારણ હોઇ શકે. સ્ત્રીઓમાં ડિલીવરી બાદ એકાએક થતો હોય છે. વધારે પડતી દવાઓની આડ અસરરૂપે પણ આ રોગ થતો હોય છે. સાયકોલોજીકલ ટ્રોમાના કારણે પણ આ રોગ જોવા મળે છે. એટલે ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવવી, એસીડીટી, કબજિયાત, ખાટા, આથાવાળા પદાર્થો ખાવાથી પણ ચયાપચય બગડે અને રોગ થાય.

આયુર્વેદમાં તેને આમ વાત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પિત્ત અને વાયુ કરે તેવા ખોરાક ન લેવો. ફાઇબરવાળા શાકભાજી ફળ, ઇસબગુલ, દિવેલ લઇને કબજિયાત દૂર કરવી જોઈએ. આધુનિક સાયન્સમાં આવા દર્દીઓને પિડાશામક દવાઓ અને સ્ટીરોઇડ આપવામાં આવે છે.

આ સ્ટીરોઇડ તમારે નિષ્ણાતની દેખરેખ અને સલાહ મુજબ તબીબોને અવશ્ય જણાવવા. આ પ્રકારના વા માં લોહીમાં આ. સે ફેકટર વધારે વધવાથી ધીરે ધીરે હાથ-પગની આંગળી વળી જાય છે. પગના ઢીંચણમાં ઘસારો થવો, કરોડરજ્જુ વાંકી વળી જવી, દર્દીને સીધા ઉભા રહેતાં કે થોડું પણ હલનચલન આંખમાંથી આંસુ લાવી દે છે.

સાથે દર્દીએ સૂંઠ તથા દિવેલ રોજ ૧ ચમચી ગરમ પાણીમાં ઠંડી ઋતુમાં ૩૦ દિવસ પ્રયોગ કરવો. સૂર્યના તાપમાં ૧ કલાક બેસવું, સરગવાનો સૂપ રોજ ખોરાકમાં લો, કેળું, દાડમ અને પપૈયા ખોરાકમાં ઉમેરો કરવા. થોડીક સ્ટ્રેસ પ્રકારની દૈનિક કસરતો કરવી. રોજ ૧૨ થી ૧૫ ગ્લાસ સાદુ પાણી પીવાથી લોહીના વામાં રાહત જણાય છે.

ઉપચાર, વાયુની વૃદ્ધિ કરે તેવા તમામ આહાર વિહારનો ત્યાગ કરવો તથા ષધોપચાર પણ વાયુની શુદ્ધિ અને શમન કરે એવો જ હોવો જોઈએ. એ માટે બે મહિન પ્રમાણે ઉપચાર કરવાથી દુઃખાવો ધીમે ધીમે શાંત થાય. મહારાસ્નાદિ ક્વાથઃ નાના અડધા કપ જેટલો સવારે અને રાત્રે પીવો.

મહાયોગરાજ ગુગળઃ બે-બે ગોળીઓ સવારે, બપોરે અને રાત્રે ભૂકો કરીને લેવી. એરડિયું-દિવેલઃ- ત્રણેક ચમચી રાત્રે એક ગ્લાસ જેટલા દૂધમાં નાખીને પીવું. મહાનારાયણ તેલઃ સમગ્ર શરીરે માલીશ કરી ગરમ પાણીએ સ્નાન કરવું. કડવા, તીખા, તુરા રસવાળા તથા રુક્ષ, લઘુ અને સુક્ષ્મ ગુણધર્મો વાળા આહાર લેવા નહીં.ઉપવાસ, ઉજાગરા અને એકટાણા વાયુ વધારે છે. એટલે એ ત્યાજ્ય ગણાય.

આ પ્રમાણેનો આયુર્વેદિક ઉપચાર વાયુના રોગોમાં અસરકારક ઔષધ :અજમોદાદિ ચૂર્ણ – વાયુ, પિત્ત, કફ જન્ય રોગોમાં ના રોગોની સંખ્યા વધારે છે. અને આજના વાયુવર્ધક આહાર વિહારને કારણે વાયુના રોગો થાય છે પણ વધુ. તેથી આયુર્વેદમાં કહેલા વાયુના અસંખ્ય ઔષધોમાં સરળ, સોંઘું, નિર્દોષ, ઘરગથ્થુ અને અસરકારક હોવાથી અજમોદાદિ ચૂર્ણ વિશે જાણી લેવું જરૂરી છે.

યોગ્ય પથ્યપાલન સાથે લાંબો સમય આ ચૂર્ણના સેવનથી કષ્ટ આપનારા સાધ્ય વાયુના બધા જ રોગો મૂળમાંથી મટે છે. જેમ સૂર્યનાં કિરણો અંધકારને દૂર કરે છે તેમ તે વધારે કષ્ટ દેનારા વાયુના રોગોને મટાડે છે. નાની ઉંમરમાં થતો અને લગભગ અસાધ્ય જેવો મનાતો રુમેટિક હાર્ટ – હૃદયામવાત પણ આ ઔષધથી મટવાનો સંભવ છે.

કેટલીક વાર તો સાવ સામાન્ય કહી શકાય તેવું આ ચૂર્ણ તાત્કાલિક સારવારમાં પણ ઉપયોગી થઈ શકે છે. આમવાતમાં વીંછીની વેદના જેવી વેદના થતી હોય, રાંજણમાં અસહ્ય પીડા થતી હોય, પ્રતિતૂનીમાં પુષ્કળ પીડ આવતી હોય કે કેડનો દુખાવો ખમી ન શકાય તેવો થતો હોય ત્યારે ગરમ પાણી સાથે લેવાથી અને ગુગળના પાણીમાં ગરમ કરી લેપ કરવાથી તુરત રાહત મળે છે.

જોકે, તેનો લેપ કરવાનો પ્રચાર થયેલ નથી છતાં ઉષ્ણ, વાતઘ્ન, શોથઘ્ન – સોજો ઉતારનાર, દ્રવ્યો તેમાં હોવાથી લેપ કરીને અનુભવ કરવા જેવો છે . આમવાતના દર્દીએ તેના સેવન દરમિયાન ખોટું ન ખાવું, દિવસે ન સૂવું, તેલ માલિશ ન કરવી. અન્ય વાયુના રોગોમાં ઠંડો, વાયુકારક, લૂખો ખોરાક ન લેવો. ઉજાગરા ન કરવા, ઉપવાસ ન કરવા.

અજમોદાદિ ચૂર્ણ એટલે અજમો આદિ બીજાં કેટલાંક દ્રવ્યમાંથી તૈયાર કરેલું ચૂર્ણ. જોકે, ક્રમમાં પ્રથમ દ્રવ્ય અજમોદ હોવાથી આવું નામ પાડવામાં આવ્યું હશે. ખરેખર તો તેમાં મુખ્ય ઔષધ તો છે સુંઠ અને વરધારો – સમુદ્રશોષનાં મૂળ. આ બંને દ્રવ્યોના દસ દસ ભાગ લેવાના છે.

પછીનું મહત્ત્વનું દ્રવ્ય છે હરડે; તેના પાંચ ભાગ લેવાના છે. તેમાં અજમોદ, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સિંધવ અને પીપરીમૂળ એક એક ભાગ ચુર્ણ મેળવવાથી અજમોદાદી ચૂર્ણ તૈયાર થાય છે. આમાં વપરાતાં બધાં જ દ્રવ્યો લગભગ વાયુનાશક, શૂળનાશક, ગરમ, આમપાચક અને જઠરાગ્નિવર્ધક હોવાથી વાયુના રોગોને મૂળમાંથી મટાડવા નું કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.