Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા કોરોના વાયરસથી બચવા માટે માર્ગદર્શન આપતી ઓનલાઈન સત્સંગ યોજાઈ

લગ્ન – મરણ આદિ ના પ્રસંગોથી દૂર રહેવું જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી

કોરોના વાયરસ થયો હોય તો તેને ગુત્ત ના રાખવો જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી

મંદિરોમાં ભેગા થવાનો આગ્રહ ના રાખવો જોઈએ – સાધુ પ્રેમવત્સલદાસજી

તા.ર૩ સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા રાત્રે ૯ – ૦૦ થી ૧૦ – ૦૦ ઓનલાઈન સત્સંગ સભા યોજવામાં આવી હતી. જેમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ ભગવાનને પામવા માટે શું કરવું જોઈએ ? અને કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ ? એ વિષય ઉપર પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું અને ત્યારબાદ મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનો સૌ કોઈ લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને પામવા માટે જગતસંબધી પંચવિષય આપણા હદયમાં ના પેસી જાય તેના માટે આપણે જાણપણું રાખવું જોઈએ તેવો સંદેશો શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી આપણને ર૦૦ વર્ષ પહેલા આપેલો છે. તેને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો આપણું હર્દય ચોખ્ખું રહેશે અને હર્દય ચોખ્ખું રહેશે તો ભગવાન તેમાં આવીને વાસ કરીએ રહેશે અને આપણે શાશ્વત સુખને પામી શકીશું.

સાધુ પ્રેમવત્સલદાસજીએ કોરોના વાયરસથી બચવા માટે જણાવ્યું હતું કે,હાલ કોરોના વાયરસ ખૂબ ફૂલી ફાલી રહયો અને દરેકને માણસોને તેનો ચેપ લાગી રહયો છે.જેના કારણે માણસો શારીરીક રીતે અને આર્થિક રીતે પાયમાલ થઈ રહયા છે,ત્યારે આપણે સૌ કોઈ જાગૃત થવાની જરુર છે અને ખાસ કરીને મરણ અને લગ્ન પ્રસંગોએ ભેગા થવું જોઈએ નહિ, સાથે સાથે ધાર્મિક પ્રસંગો – ઉત્સવોમાં પણ ભેગા થવું ના જોઈએ અને આપણા પરીવારમાં કોરોના વાયરસ આવ્યો હોય તો તેને ગુપ્ત ના રાખવો જોઈએ,
જેથી કરીને બીજાને મુશ્કેલીઓ ઉભી ના થાય, જે કોરોના વાયરસ આવ્યો હોય છંતા પણ કપટ રાખીને સરકારી તંત્રને કે, સમાજમાં જાણ નથી કરતાં તેની ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાન રાજી નહી રહે.મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે પણ ભેગા થવાનો આગ્રહ ના રાખવો જોઈએ અને સમય સંજોગ પ્રમાણે ઓનલાઈન દર્શન કરીને રાજી રહેવું જોઈએ.

કોરોના વાયરસથી ઉપાધિ ટળે એ માટે આપણે સહુ કોઈએ દરરોજ ભગવાનને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ.
કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ સ્વામી એ તેમના આશીર્વાદ માં જણાવ્યું હતું કે ભગવાનને પામવા માટે જ્ઞાન અને ધ્યાનની અવશ્ય જરૂર છે. જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને સાચા સુખની પ્રાપ્તિ થાય છે ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે છે માટે દિવસમાં અવશ્ય કલાક ધ્યાન કરવું જોઈએ. સાધ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.