Western Times News

Gujarati News

રોગચાળાના સમયગાળામાં અને પછી વ્યક્તિના હૃદયને સ્વસ્થ રાખવા જરૂરી સારસંભાળ લો

કોવિડ-19 રોગચાળે આરોગ્યની સારસંભાળ માટેની વ્યવસ્થાઓને જાળવવાનું, આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતાં વ્યાવસાયિકોના સ્વાસ્થ્ય તેમજ આપણા પોતાના અને આપણા પ્રિયજનોના સ્વાસ્થ્યને જાળવવાની જવાબદારીઓને સૌથી વધારે મહત્ત્વપૂર્ણ બનાવી દીધી છે. અત્યારે પોતાનું અને પરિવારજનોનું આરોગ્ય દરેક અને તમામ વ્યક્તિઓ માટે પ્રાથમિકતા છે. હાલ બધા પરિવારજનોનું સ્વાસ્થ્ય જાળવવા પ્રાથમિકતા આપવા તમામ પ્રકારના પગલાં લેવા ઇચ્છે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, કોવિડ-19ના વધતા કેસો વચ્ચે વાયરસ હૃદયરોગ જેવી બિમારીઓથી પીડિત દર્દીઓમાં માટે વધારે જોખમરૂપ છે. એટલે અત્યારે દરેક માટે સ્વસ્થ હૃદય સાથેની જીવનશૈલી વિશે જાગૃતિ વધારવી મહત્ત્વપૂર્ણ છે, જેથી હૃદયરોગનું જોખમ ઘટે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય.

એટલે ચાલુ વર્ષે વર્લ્ડ હાર્ટ ફેડરેશનની કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (સીવીડી) વિશે જાગૃતિ વધારવા માટેની પહેલ વર્લ્ડ હાર્ટ ડે પર આપણે આપણા અને આપણા પરિવારજનોના હૃદયના સારસંભાળ રાખવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જે માટે સ્વસ્થ ભોજન રાંધવા અને જમવા, વધારે કસરત કરવા, વધારે સક્રિય રહેવા, એકબીજાના આરોગ્યની સારસંભાળ રાખવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તથા આપણા દેશના સ્વાસ્થ્ય અને સુખાકારીને જાળવવા જાહેર સ્થાનોમાં માસ્ક ધારણ કરવા જેવા પગલાં લેવા જોઈએ.તેવો મત મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ પ્રસુન સિકદરે વ્યક્ત કર્યો હતો.

વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા મુજબ, હૃદયરોગો સાયલન્ટ કિલર છે, જે દુનિયાભરમાં દર વર્ષે 17.5 મિલિયન લોકોનો ભોગ લે છે, જે દુનિયામાં થતા મૃત્યુમાં 31 ટકા હિસ્સો ધરાવે છે. મનિપાલસિગ્નાના 3600 વેલ-બીઇંગ સર્વે 2019માં એવી જાણકારી પણ મળી છે કે, 77 ટકા ઉત્તરદાતાઓ સંમત છે કે, સ્વસ્થ હૃદય માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. હજુ પણ હૃદયરોગના ચિહ્નો અનુભવતી 6માંથી 1 વ્યક્તિ એની અવગણના કરે છે.

આ ચિહ્નોને ગંભીરતાથી લેતી વ્યક્તિઓમાંથી ઘણી વ્યક્તિઓ કસરત કરીને, તણાવ ઘટાડવાના પ્રયાસો કરીને અને તેમના આહારને બદલીને પોતાની રીતે ઉપાયો કરે છે. ફક્ત 24 ટકા હૃદયના સ્વાસ્થ્ય પર નજર રાખવા અને એનું વ્યવસ્થાપન કરવા વેરેબલ્સ પહેરે છે.આ બાબત આપણે સ્માર્ટ હાર્ટનો સંપૂર્ણપણે દાવો કરી શકીએ એ માટે હૃદયના આરોગ્યની વધારે સારી સમજણ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

સામાન્ય રીતે જ્યારે હૃદયના આરોગ્યની સમજણ મેળવવાની, એને ઓળખવાની અને એની સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવાની વાત આવે છે, ત્યારે લોકોમાં ફક્ત આ વિશે જાણકારી મેળવવાની વૃત્તિ જોવા મળે છે. વળી વધારે ચિંતાજનક બાબત એ છે કે, વૃદ્ધ લોકોની સરખામણીમાં મિલેનિયલ્સમાં હૃદયની બિમારી સાથે સંબંધિત ચિહ્નો વધારે જોવા મળે છે, જે માટે તેમના તણાવમાં વધારો, સ્વાસ્થ્ય માટે હાનિકારક આહારનું સેવન, કસરતનો અભાવ અને મેદસ્વીપણું જેવા કારણો જવાબદાર છે. પણ વ્યક્તિ પોતાના જીવનમાં થોડા નાનાં નાનાં ફેરફારો કરીને આ ટ્રેન્ડ બદલી શકશે. લોકો હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે તેમજ તેમના જીવનની ગુણવત્તા સુધારી શકે છે.

વ્યક્તિને યુવાવસ્થાથી હૃદયને સ્વસ્થ જાળવવાથી ઉંમર વધવાની સ્વસ્થ રહેવામાં મદદ મળશે. એમાં કાર્ડિયો કસરત સંકળાયેલી હોવી જોઈએ અને કોલેસ્ટેરોલયુક્ત આહાર પર નિયંત્રણ કરવું જોઈએ. લોકોને એ બાબતથી વાકેફ કરવા પડશે કે જ્યારે હૃદયના સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) અને બ્લેડ પ્રેશર સારાં સંકેતો છે. વધારે વજન હૃદયની કામગીરી વધારે છે, જેનાથી વ્યક્તિનું બ્લડ પ્રેશર વધે છે. પરિણામે ધમનીઓને નુકસાન થઈ શકે છે.

હાલ હૃદયના સ્વાસ્થ્ય સારું હોય કે નબળું હોય, પણ વ્યક્તિ જીવનશૈલીમાં પરિવર્તનો કરીને એનું સ્વાસ્થ્ય સુધારવાની શરૂઆત કરી શકે છે, જેનાથી આગળ જતાં હૃદયને સુરક્ષાકવચ મળશે. કોલેસ્ટેરોલ અને બ્લેડ પ્રેશરનું સ્તર જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવા મિત્રને કોલ કરીને દરરોજ ચાલવા કે યોગ સેશનનો સમય નક્કી કરવો, ગ્રોસરીની યાદી બનાવતા એમાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી ચીજવસ્તુઓને સામેલ કરવી તથા શારીરિક પરીક્ષણ માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી જેવા પગલાં ઉપયોગી નીવડશે. આ પ્રકારનાં નાનાં પગલાં વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે.

વળી છેલ્લાં બે દાયકામાં ભારતમાં હૃદયરોગ અને સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. આ જીવનમાં પરિવર્તન લાવતી બિમારી વિશે આપણે વિચારતા નથી અને અગાઉથી એનું નિવારણ કરવા માટે યોજના બનાવતા નથી. જ્યારે આ પ્રકારનાં સ્થિતિસંજોગો ઊભા થાય છે, ત્યારે આપણે ઓછા તૈયાર હોવાની અને અનિશ્ચિતતા લાગણી અનુભવી શકીએ છીએ. એટલે કોઈ પણ અનપેક્ષિત સ્થિતિનો સરળતાપૂર્વક સામનો કરવા સક્રિય જીવનશૈલી અપનાવવામાં અને પર્યાપ્ત હેલ્થ વીમાકવચ લેવામાં જ હિત છે, જેથી અનપેક્ષિત તબીબી કટોકટીમાં વ્યક્તિની બચત ધોવાઈ ન જાય.

હાલ અભૂતપૂર્વ રોગચાળાના સમયગાળા દરમિયાન ચાલો કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા મદદરૂપ થવા જાહેર સ્થળોમાં ‘માસ્ક જરૂરી હૈ’ અંગે જાગૃતિ લાવવા માસ્ક ધારણ કરીએ અને હૃદયરોગ ધરાવતા લોકોની સુરક્ષા વધારીએ. ઉપરાંત આપણે એ સમજવાની જરૂર છે કે, અત્યારે તમામ માટે ચિંતાજનક સમય છે તથા આ રોગચાળો વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અભૂતપૂર્વ રીતે અસર કરી રહ્યો છે.

આ કારણે આ ચિંતાજનક સમયગાળામાં મિત્રો, પરિવારજનો કે જરૂરિયાત ધરાવતી કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચવું અને ચેકિંગ-ઇન શરૂ કરવું મહત્ત્વપૂર્ણ છે. વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે એવી કોઈ વ્યક્તિને કોલ કે મેસેજ કરો, જેનાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોથી પીડિત ધરાવતા થોડો લોકોને પણ મદદ મળશે.

એટલે આ વર્લ્ડ હાર્ટ ડે પર ચાલો આપણે ત્રણ બાબતોનું અનુસરણ કરવાનો નિર્ધાર કરીએ – સૌપ્રથમ કોવિડ-19થી બચવા ‘માસ્ક જરૂરી હૈ’, બે, રોગચાળાને કારણે શારીરિક અંતર જાળવવું, પ્રિયજનોને રૂબરું મળવું મુશ્કેલ હોવાથી લોકોના જીવનમાં તણાવ પેદા થઈ શકે છે એટલે વધારે જોડાયેલા રહેવા ‘બાત કિજિયે’, જેના પરિણામે ચિંતામાં ઘટાડો થશે અને માનસિક શાંતિ મળશે. છેલ્લે, આપણે આપણા અને આપણા પરિવારજનોનું હૃદય સ્વસ્થ રાખવા થોડાં પગલાં લઈએ! છેવટે હેલ્ધ હૈ, તો લાઇફ હૈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.