Western Times News

Gujarati News

દુબઈમાં ભારતીય યુવાન પર અમાનુષી અત્યાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ભારતીય નાગરીકોમાં વિદેશમાં જઈને રૂપિયા કમાવવાનો ભારે ક્રેઝ જાવા મળે છે. ગલ્ફ દેશોમાં ભારતીયોને સરળતાથી કામ કરવાના વિઝા મળતા હોવાથી નાગરીકો ત્યાં જવાનું વધુ પસંદ કરે છે. જા કે અસંખ્ય વખત ત્યાંના સ્થાનિકો દ્વારા છેતરપીંડી કે દબાણનો ભોગ બની અમાનુષી અત્યાચાર સહન કરવાનો વારો આવે છે. આવો જ એક ચકચારી બનાવ તાજેતરમાં બહાર આવ્યો છે.

રૂપિયા કમાવવા ગયેલા મૂળ રાજસ્થાનના વ્યક્તિઅે દુબઈ ખાતે પાર્ટનરશીપમાં ધંધો શરૂ કર્યો હતો. જા કે ત્રણમાંથી એક પાર્ટનરને જેલ થતાં સ્થાનિક પાર્ટનર શેખે મિલકત હડપ કરવા માટે ભારતીયને ગોંધી રાખીને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. જા કે હિંમત હાર્યા વિના ભારતીય નાગરીક કોઈક રીતે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે મૂળ જાધપુર રાજસ્થાનના રહેવાસી- ગૌરવકુમાર ચંદવાણી નામનો યુવાન ગત જાન્યુઆરી મહિનામાં કુટુંબને મદદ કરવા માટે તથા રૂપિયા કમાવવા માટે દુબઈ ખાતે ગયો હતો. જ્યાં પિસ્તાલીસ વર્ષીય ગૌરવે એક ભારતીય તથા સ્થાનિક શેખ સાથે ભાગીદારીમાં રેવા ટેકનોલોજીના નામે કંપની શરૂ કરી હતી. જા કે બાદમાં કંપનીએ દેવાળું જાહેર કર્યા બાદ ભારતીય પાર્ટનરને જેલ થઈ હતી. જેથી સ્થાનિક શેખે કંપનીની બધી જ મિલકત ઉપરાંત રૂપિયા પોતાને આપી દેવા માટે દબાણ કર્યુ હતુ.

જા કે ગૌરવે તેમ કરવાની ના પાડતા લાલચુ શેખે લોકલ ગુંડાઓની મદદ લઈને ગૌરવને ડરાવ્યો -ધમકાવ્યો હતો. અને દિવસો સુધી તેને અંધારી રૂમમાં પૂરી દીધો હતો. જ્યાં તેની ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ગૌરવને અંધારી રૂમમાં પુરીને કોઈને મળવા પણ દેવામાં આવતો નહોતો. અને જમવાનું પણ ક્યોરેક આપવામાં આવતું નથી. દરમ્યાનમાં શેખે જબરજસ્તીથી કંપનીની મિલકતો તથા રૂપિયા પડાવી લેધા હતા.

દિવસો સુધી ગોંધી રાખવા છતાં ગૌરવે હિંમત ન હારતા ત્યાંથી કોઈક રીતે બહાર નીકળવામાં સફળ થયો હતો અને દુબઈથી નીકળીને ઓમાન ખાતે પહાંચ્યો હતો. મિલકત પચાવી પાડનાર સ્થાનિક લાલચુ શેખે ગૌરવનો પાસપોર્ટ પણ પડાવી લીધો હતો. જેથી ગૌરવે ઓમાનમાં બેંગાલી નામના કોઈ વ્યક્તઅે સંપર્ક સાધ્યો હતો. ગોરવની વાત સાંભળી બંગાલી નામના વ્યક્તિઅે ગૌરવને ભારત પરત આવવામાં મદદ કરી હતી અને રૂપિયા બેતાલીસ હજારમાં તેને નકલી પાસપોર્ટ અપાવ્યો હતો.

ગૌરવતે પાસપોર્ટ લઈ ગઈકાલે સવારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓને પોતાની વિતક કથા જણાવતાં ભારતીય ઉપર થયેલા અત્યાચારથી તે પણ ચોંકી ઉઠ્યા હતા. જા કે ગૌરવ કેરાલાના કોઈ અબ્દુલકાદર મુહમ્મદ કુનહી નામના વ્યક્તિઅે પાસપોર્ટથી ભારતમાં આવ્યો હોવાથી હાલમાં તેને કસ્ટડીમાં રાખીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ ગૌરવ ભારતમાં આવી ગયો હોવાની જાણકારી તેના પરિવારને ંપણ આપી દેવામાં આવી હતી.

આ અગાઉ પણ ગલ્ફ દેશોમાં કમાણી અર્થે ગયેલા ભારતીય નાગરીકો સાથે અમાનુષી વર્તન કરતા હોય એવા શેખના વિડીયો ઈન્ટરનેટ ઉપર વાયરલ થયા હતા. અને વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.