Western Times News

Gujarati News

સિન્ધુ ભવન રોડ પર ટોળા વળતાં છ સ્ટોલ સિલ કરાયા

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં એએમસીનું તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદમાં ચાની દુકાનો તેમજ ભીડભાડવાળી જગ્યાઓને બંધ કરાવવામાં આવી રહી છે, જેથી સંક્રમણ ન વધે. ત્યારે ગુરુવારે રાત્રે કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર વધુ ૬ એકમ સીલ કરવામાં આવ્યા હતા. એએમસી દ્વારા સિન્ધુ ભવન રોડ, એસજી હાઇવે પર કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગત મોડી રાતે ૬ સ્ટોલ સીલ કર્યા હતા,

જ્યાં યુવાઓના ટોળા એસિંધુ ભવન રોડ પર એએમસી દ્વારા જે કાર્યવાહી કરાઈ, તેમાં શુંભુ કોફીબાર, ડોન કા અડ્ડા, એન્જિનિયર ઇન કિચન, રતલામ કેફે સહિત ૬ સ્ટોલ સીલ કરાયા છે. તો ગઈકાલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશને એએમસી દ્વારા કોરોના ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા હતા. વધુ ૧૨૨૧ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા, જેમાં ૨૩ કેસ પોઝિટિવ મળ્યા હતા.

રેલવેની અવરજવર શરૂ થતા અમદાવાદ સ્ટેશન પર બહારથી આવનારા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. આવામાં અહીંથી શહેરમાં જતા સંક્રમણને અટકાવવા માટે એએમસી દ્વારા રેપિડ ટેસ્ટ વધારાયા છે. એએમસી માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી ગુરુવારે રાત્રે જાહેર કરી હતી. જે મુજબ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મોટો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના નવા ૧૦ વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે.

તો અગાઉના ૩૫ વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા ૨૫૩ પર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના લગભગ દરેક શહેરોમાં કોરોનાના હાહાકાર છે. કોરોનાના કેસ વધી રહ્યા છે, સામે હોસ્પિટલમાં સારવાર માટે લોકોને જગ્યા નથી મળી રહી. ત્યારે ફરીથી લોકડાઉન લાગુ થાય તેવી વાતો વહેતી થઈ હતી. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકડાઉન અંગે સ્પષ્ટતા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.