Western Times News

Gujarati News

ભાજપના કાર્યકરો કિસાનોને સહજ રીતે નવા સુધારાની માહિતી આપેઃ મોદી

નવીદિલ્હી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું પોતાના સંબોધનમાં વડાપ્રધાને દેશના કિસાનો માટે લાવવામાં આવેલ વિધેયક હેઠળ થનારા સુધારાની બાબતમાં વિસ્તારથી બતાવ્યું અને કાર્યકરોને અપીલ કરી કે તે કિસાનોની પાસે જાય અને સહજ રીતે આ બાબતે તેમને સમજાવે.

વડાપ્રધાને કોરોના વાયરસ સંક્રમણને લઇ સલાહ આપતા કહ્યું કે દો ગજ કી દુરી માસ્ક હાથ કી સાફ સફાઇ,આ તમામ માટે જાગૃતિ ફેલાવવી,નિરંજત જરૂરી છે. આપણે બધાએ ખુદ પણ આ નિયમોનું પાલન કડકાઇથી કરવાનું છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રોત્સાહિત કરવાના છે.

તેમણે કહ્યું કે દેશના સામાન્ય વર્ગને જયારે અમારી ખુબ જરૂરત હતી ત્યારે આપણે પોતાના રાષ્ટ્રવ્યાપી નેટવર્કની શક્તિ પોતાના દેશના લોકોની સેવામાં લગાવી વડાપ્રધાને કહ્યું કે ભાજપના કાર્યકરોને વિનંતી કરૂ છું કે દરેક એકમ પાંચ દિવસ કે સાત દિવસે એક વિશેષ સત્ર નક્કી કરે જે વિદ્વાન લોકો છે તેમને બોલાવે. આપણી જે રાષ્ટ્રીય શિક્ષા નીતી આવી છે તેનો અભ્યાસ કરવાની જરૂરત છે અભ્યાસ કર્યા બાદ આપણે પણ સમાજમાં જઇ તેનો લાભ સમાજમાં પહોંચાડીયે.

તેમણે પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે વૈચારિક તંત્ર અને રાજનીતિક મંત્ર સાફ છે ગોલમાલ નથી આપણે તેને જીવીને બતાવ્યું છે આપણા લોકો માટે રાષ્ટ્ર સર્વોપરિ છે આ આપણો મંત્ર છે વડાપ્રધાને કહ્યું કે ભાજપની દરેક સરકાર પછી તે કેન્દ્રમાં હોય કે રાજયમાં હોય તે આજ પ્રયાસ કરી રહી છે કે સમાજના તમામને યોગ્ય અવસર મળે કોઇ ખુદને છુટેલો અનુભવે નહીં.
વડાપ્રધાને કહ્યું કે ભાજપ સરકારે જે કામ કર્યું છે હવે ભાજપનો દરેક કાર્યકરને આ કાનુનની વાતોને કિસાન સાથીઓની સાથે બેસી બિલકુલ સરળ ભાષામાં બતાવવાની છે. વડાપ્રધાને કહ્યું કે યુપીએ સરકારના પાંચ વર્ષમાં કિસાન ક્રેડિટ કાર્ડથી કિસાનોને લગભગ ૨૦ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે ભાજપ સરકારના પાંચ વર્ષમાં કિસાનોને લગભગ ૩૫ લાખ કરોડ કેસીસીના માધ્યમથી આપ્યા છે. તેમણે કહ્યું હતું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના આદર્શોથી દરેક કોઇને ગરીબની સેવા કરવાની પ્રેરણા મળે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.