Western Times News

Gujarati News

દિલ્હીમાં બસે અનેક વાહનોને ટકકર મારતા એક બાળક સહિત ત્રણના મોત

નવીદિલ્હી, દિલ્હીના યમુનાપરના નંદ નગરી વિસ્તારમાં બસ ડેપોની સામે બેલગામ કલસ્ટર બસ કેટલાક વાહનો સાથે ટકરાઇ હતી અને સાત લોકોને કચડી નાખ્યા હતાં આ દુર્ઘટનામાં ૧૨ વર્ષીય કર્ણ નામનાો બાળક,૨૨ વર્ષીય રવિન્દ્ર નામનો યુવક અને એક અજાણ્યો ૫૦ વર્ષીય યુવાન સહિત ત્રણ લોકોના મોત નિપજયા હતાં જયારે એક મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં ઇજાગ્રસ્ત હાલતમાં ચારેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાય છે.

બીજી તરફ અકસ્માત બાદ નારાજ ટોળાએ બસની તોડફોડ કરી એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ પર હુમલો કરી રસ્તો અવરોધ્યો હતો પરિસ્થિતિને બેકાબુ જાેઇને જિલ્લા પોલીસ વડાના અનેક વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચ્યા હતાં અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને તપાસ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.