Western Times News

Gujarati News

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ૧૭ ટકા હિસ્સો ગુજરાતનો છે

Files Photo

ગાંધીનગર: ભારત સરકારના ૨૦૧૯માં જાહેર થયેલ આંકડા ગુજરાત ૪૯ બીલીયન યુએસ ડોલરના આઈઈએમ સાથે સમગ્ર દેશના કુલ આઈઈએમના ૫૧ ટકા હિસ્સો ધરાવતું પ્રથમ ક્રમાંકનુ રાજય ગુજરાત બન્યુ છે. એ જ રીતે સમગ્ર દેશમાં આઈઈએમમાં ૪૩ ટકાનો વધારો થયો છે. તેની સરખામણીમાં ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૩૩૩ ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટમાં ૨૪૦ ટકાનો વધારો રાજયએ મેળવ્યો છે તેમ ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે છેલ્લા દિવસના પ્રસ્તાવને આવકારતા જણાવ્યું હતું. ભારતના નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફીસ દ્વારા જાહેર થયેલા સર્વે રીપોર્ટ મુજબ ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો ૩.૪ ટકા રહ્યો છે. ૨૦૧૪-૧૫ની સરખામણીમાં એમએસએમઈમાં ૪૦ ટકાનો વધારો નોંઘાયો છે.

હાલ ગુજરાતમાં ૩૫ લાખ જેટલા એમએસએમઈ એકમો આવેલા છે જેમાં ભારતમાં કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો ૧૭ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળેલ છે. વર્ષ ૨૦૧૯માં લોજીસ્ટીક પરફોરમન્સ ઇન્ડેક્ષમાં ગુજરાતે પ્રથમ સ્થાના મેળવ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ગુજરાતે જીડીપીમાં ૧૩ ટકાની વૃધ્ધિ મેળવી છે અનેવછેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજયએ ત્રણ ગણી સબસીડી પણ આવા એકમોને ચુકવી છે. મંત્રીએ ઉમેર્યુ કે, આ ગતિશિલતાને વધુ મજબુત બનાવવા અને વિકાસદરને વધારવા તથા આર્ત્મનિભર ગુજરાત માટે નવી ઔધોગિક નીતિ ૨૦૨૦નીમુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી છે.

આગાઉના વર્ષોના અનુભવને આધારે જો આ ગતિએ વિકાસ યથાવત રહે તો નવી ઔઘગિક નીતિના કારણે દર વર્ષે અંદાજે ૮,૦૦૦ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. રાજયમાં વિવિધ પ્રદેશો અને ક્ષેત્રનો વધુ સંતુલીત વિકાસ થાય તે માટે નવી ઔદ્યોગિક નીતિના કારણે મોડલ ગુજરાત મોડલ ઇન્ડીયાનું વિઝન સાકાર થશે. નવી ઔધોગિક નીતિ ઘડવામાં સ્ટેક હોલ્ડર્સ, ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલા એસોસીએશનો, વિવિધ ચેમ્બર્સ અને એકેડમીયા સાથે એકથી વધુ વાર બેઠકો કરવામાં આવેલ છે. જેના ફળસ્વરૂપે નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ પોલીસીમાં મુખ્યત્વે સંતુલિત પ્રાદેશિક વિકાસ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે.

જેથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં રાજય નોંધપાત્ર યોગદાન આપી શકશે. તેમણે કહ્યુ કે, એમએસએમઈ સેકટર માટે કેપીટલ સબસીડી, ઇન્ટરેસ્ટ સબસીડી, માર્કેટ ડેવલપમેન્ટ આસીસ્ટન્સ વગેરે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં એમએસએમઇ એકમોને પાત્ર ધિરાણની રકમના ૨૫ ટકા સુધીની અને મહત્તમ ૩૫ લાખ સુધીની કેપીટલ સબસીડી મળશે.

જો મૂડીરોકાણ ૧૦ કરોડથી વધુ હોય તો તેવા એકમોને વધારાના ૧૦ કરોડની કેપીટલ સબસીડી પણ આપવામાં આવશે. એમએસએમઈ એકમોને સાત વર્ષના સમયગાળા સુધી પ્રતિવર્ષ ટર્મલોન ઉપર લાગતા વ્યાજના દરના ૭ ટકા સુધી અને મહત્તમ ૩૫ લાખ સુધીની સબસીડી આપવામાં આવશે. આવા એકમ ચલાવનાર ઉમેદવાર જો અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા ઉદ્યોગ સાહસિક, સ્પેશ્યલી એબલ્ડ (વિકલાંગ સ્ટાર્ટઅપ કે ૩૫ વર્ષથી નાની વયનો ઉદ્યોગ સાહસિક હોય તો તેવા ઉમેદવારને ૧ ટકાના દરે વધરાની સબસીડી આપવામાં આવનાર છે. આ નવી ઔદ્યોગિક નીતિમાં એમે.એસ.એમ.ઇના સર્વિસ સેકટરને પણ ૭ ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.