Western Times News

Gujarati News

કાર ચાલકની નજર ચૂકવીને બેગ અને પર્સની ઊઠાંતરી

Files Phot o

અમદાવાદ: કપડાં પર ગંદુ પડયું છે તેમ કહીને નજર ચૂકવી ચોરીના અગાઉ અનેક બનાવો સામે આવ્યા છે. જોકે, હવે શહેરમાં ગાડી નીચે કંઈ ફસાયું છે તેમ કહી ને નજર ચૂકવી બેગ અને પર્સ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રદીપસિંહ ઝાલા બપોરના સમયે તેમના શેઠ ધ્રુવ શાહ સાથે વટવા જીઆઈડીસી ખાતે ફેકટરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન વટવા પ્રેમ ફેકટરી પાસે એક બાઈક ચાલકે તેમને કહ્યું હતું કે, ગાડીની નીચે કંઇક ફસાયેલું છે. જેથી તેમને ગાડી આગળ પાર્ક કરી જોતા ગાડીમાંથી ઓઇલ ટપકતું હતું.

જેથી બોનેટ ખોલી તપાસ કરતા કઈ ખામી જોવા મળી ના હતી. ગાડીનું બોનેટ્‌ બંધ કરી તેઓ ગાડીમાં બેસવા માટે જતા હતા. તે દરમિયાન જોયું તો ગાડીની ડેકી ખુલ્લી હતી. ગાડીની ડેકીમાં તપાસ કરતા તેમના શેઠની બેગ અને ફરિયાદીનું પર્સ ગાયબ હતું. જેમાં લેપટોપ, બેંક ઓફ ઇન્ડિયન બેંકની ચેક બૂક નંગ ૪, કોટક બેંકની ચેક બૂક નંગ ૩, એક્સિસ બેંકની અને એસબીઆઇની ચેક બૂક નંગ ૧ અને ૮૦૦ રૂપિયા રોકડા હતા તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ હતું.

જોકે, સમગ્ર ઘટનની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર આ મામલે ફરિયાદ નોંધીને વધુ તાપસ શરૂ કરી છે. પોલીસ આ મામલે બનાવની જગ્યાની આસપાસનાં સીસીટીવી ફૂટેજ જોઇને પણ તપાસને આગળ વધારશે. શહેરમાં થોડા દિવસ પહેલા પણ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી સોના ચાંદીના દાગીનાની ચોરી અને ઠગાઈ કરતી ઈરાની ગેંગના ૨ શખ્સોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. સ્ત્રી વેશ, સાધુ વેશ, વૃદ્ધનો વેશ એમ અલગ અલગ વેશ ધારણ કરીને લોકોને વાતોમાં ફસાવીને લોકો પાસેથી સોના ચાંદીના દાગીના પડાવતા હતા.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનું વેશ ધારણ કરીને જતા હતા અને દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા. મંદિરોમાં પૂજા કરવા આવેલા લોકોને સાધુવેશ ધારણ કરીને ઘરેણાં પડાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે જાફર સૈયદ અને વસીમઅબ્બાસ સીરાજ નામના ૨ શખ્સોની કરી ધરપકડ કરીને વટવા પોલીસને સોંપ્યા હતા. આ સાથે રૂ. સાડા ૬ લાખ સુધીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.