Western Times News

Gujarati News

સેવાલીયા પોલીસ સ્ટેશનની જૂની ચેકપોસ્ટથી પિસ્તોલ અને કારતુસ સાથે બે શખ્સ ઝડપાયા

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગેલાભાઇ તથા તેમની ટિમ સેવાલિયા મહીસાગર નદીના બ્રિજ પાસે  આવેલ જૂની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે લકઝરી બસમાં બે શખ્સો પિસ્તોલ સાથે આવી રહ્યા છે જેથી પોલીસે તમામ વાહનોની તપાસ હાથ ધરી હતી

તે દરમ્યાન બાતમીવાળી લકઝરી બસ MP -41-P-1640 આવતા પોલીસે તેને અટકાવી બસની તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન બસમાંબેઠેલા બે શખ્સો પાસે કાળો થેલો હતો જેની તપાસ કરતા ભારતીય બનાવટની મેકઝીનવાળી બે પિસ્તોલ તથા જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી પોલીસે પૂછપરછ કરતા તેમનું નામ હિતેશકુમાર બિષ્નોઈ અને મહેન્દ્રકુમાર ગર્ગ બંને રહેવાસી રાજસ્થાનના હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.