Western Times News

Gujarati News

શું સરકાર પાસે કોરોના રસી ઉપર ખર્ચ કરવા 80000 કરોડ રુપિયા છે? : અદાર પૂનાવાલા

નવી દિલ્હી, દુનિયા આખી અત્યારે કોરોના વાયરસની રસીની કાગાડોળએ રાહ જોતી બેઠી છે. દુનિયાભરના વિજ્ઞઆનીઓ અને સંશોધકો કોરોનાની રસી માટે પ્રયત્નો કરી રહ યા છે. જેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યુટનું નામ આગળ પડતું છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. જેના માટે તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. ત્યારે કોરોના વાયરસ સામે લડવામાં ભારત સામેના પડકાર અંગે વાત કરતા સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ સરકારને પૂછ્યુ છે કે શું કોરોના વેક્સિનની ખરીદી અને વિતરણ માટે તેમની પાસે 80000 કરોડ રુપિયા છે?

આ સવાલ તેમણે ટ્વિટરના માધ્યમથી પુછ્યો છે. અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, શું ભારત સરકાર પાસે આવનારા એક વર્ષમાં 80 હજાર કરોડ રુપિયા હશે? કારણ કે ભારતના તમામ લોકો માટે કોરોનાની રસી ખરીદવામાં અને વિતર કરવામાં આટલો ખર્ચ થશે. વડાપ્રધાન કાર્યલયને ટેગહ કરતા તેમણે આ સવાલ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે આ એક પડકાર છે, આપણે તેનો સામનો કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.