Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં કૃષિ વિધેયક લાગુ ન થાય તેવો પ્રયાસ કરીશું: કોંગ્રેસ એનસીપી

મુંબઇ, મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસ અને એનસીપીએ જણાવ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે રાજયમાં કૃષિ ક્ષેત્રમાં સુધારથી સંબંધિત વિધેયક લાગુ ન થાય.નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે પુણેમાં કહ્યું કે કિસાનોની સાથે સાથે એનસીપી અને અન્ય પક્ષ પણ નવા વિધેયકોની વિરૂધ્ધ છે.

તેમણે કહ્યું કે કિસાનોને લાગે છે કે કાનુન તેમના માટે લાભકારી નથી તેને પસાર કરવાની કોઇ તાકિદની જરૂરત ન હતી. એ પુછવા પર કે શું તેમને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે તો પવારે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે તે લાગુ ન થાય પરંતુ સાથે જ અમારે એ પણ જાેવું પડશે કે કયાં નવા મુદ્દા સામે આવે છે.

પવારે કહ્યું કે અમે અભ્યાસ કરી રહ્યાં છી કે જાે મામલો અદાલતમાં જાય છે તો શું થઇ શકે છે.તેમણે કહ્યું કે સરકારે કાનુની વિભાગથી પણ મત માંગ્યો છે તેમણે આ મુદ્દા પર બેઠક કરી જેમાં જળ સંસાધન મંત્રી જયંત પાટિલ સહકારિતા મંત્રી બાલાસાહેબ પાટિલ,શ્રમિકોના નેતા અને અન્ય પક્ષોના લોકો હાજર રહ્યાં હતાં આ પહેલા દિવસમાં રાજયના કોંગ્રેસ પ્રમુખ અને મહેસુલ મંત્રી બાલા સાહેબ થોરાટે કહ્યું કે તે મળી કામ કરશે અને નવા કૃષિ વિધેયકોને લાગુ નહીં કરવાનો નિર્ણય કરશે
તેમણે કહ્યું કે રાજય કોંગ્રેસના નેતા ૨૮ સપ્ટેમ્બરને રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે અને બે ઓકટોબરે નવા વિધેયકોનિી વિરૂધ્ધ રાજયવ્યાપી ધરણા કરવામાં આવશે થોરાટે કહ્યું કે કોંગ્રેસ ઇચ્છે છે કે કૃષિ ક્ષેત્રથી સંબંધિત બંન્ને વિધેયક અને શ્રમ સુધારા વિધેયકોને રદ કરવામાં આવે તેમણે આરોપ લગાવ્યો કે નવા વિધેયકોનો હેતુ કૃષિ ઉપજ બજાર સમિતિઓને સમાપ્ત કરવાનો છે.

તેમણે કહ્યું કે સરકાર એપીએમસી પ્રણાલીને ધ્વસ્ત કરવા ઇચ્છે છે અને વિતરણ પ્રણાલી વ્યાપારીને સોંપવા ઇચ્છે છે. આ કારણે કિસાનોને ન્યુનતમ સમર્થન મૂલ્ય મળશે નહીં કોંગ્રેસ નેતા અને પીડબ્લ્યુડી મંત્રી અશોક ચવ્હાણે કહ્યું કે નવા વિધેયકથી ફકત અમીરોને અને કોર્પોરેટ જગતને લાભ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.