Western Times News

Gujarati News

દેશમાં મનમોહનસિંહ જેવા વડાપ્રધાનની ખોટ: રાહુલ

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સુધારોના સુત્રધાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાહુલે મનમોહનસિંહને યાદ કરતા કહ્યું કે દેશને તેમના જેવા એક વડાપ્રધાનની ખોટ સાલવી રહી છે. રાહુલે કહ્યું કે ભારત આજે એવા વડાપ્રધાનની ખોટ મહેસુસ કરી રહ્યો છે જેમાં મનમોહનસિંહ જેવી સમજ હોય તેમના જેવી ઇમાનદારી હોય શાલીનતા અને સમર્પણ આપણા બધા માટે એક પ્રેરણા સ્ત્રોત છે. તેમને જન્મ દિવસની ઘણી બધી શુભેચ્છા અને સ્વાસ્થ્ય માટે શુભકામનાય રાહુલ ઉપરાંત કોંગ્રેસના નેતાએ તેમને શુભેચ્છા પાઠવી છે.

૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨માં જન્મેલા ડો.મનમોહનસિંહ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ભારતના વડાપ્રધાન રહ્યાં હતાં. સિંહ પોતાની સાદગીને લઇને દેશના અન્ય વડાપ્રધાન કરતા અલગ છે.પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને એક અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે.તેમણે ૧૯૯૦ના દાયકામાં ઉદારીકરણની નીતિ દ્વારા ભારતીય અર્થવ્યવસ્થાને સંકટમાંથી બચાવી હતી ઓકસફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કરનારા ડો મનમોહનસિંહ પી વી નરસિમ્હા રાવની સરકારમાં નાણાં મંત્રી રહ્યાં હતાં જાે કે મનમોહનસિંહ આરબીઆઇ બેંકના પૂર્વ ગવર્નર તરીકે ૧૯૯૧માં આર્થિક સુધારાની દિશામાં ઘણા મહત્વના પગલા લીધા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.