Western Times News

Gujarati News

NCB ચીફ રાકેશ અસ્થાના મુંબઈમાં: ડ્રગ્સ કેસને લઇને અધિકારીઓ સાથે બેઠક

મુંબઈ, સુશાત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ આ મામલે તપાસ માટે NCB પણ કુદી ચુકી છે.

સુશાંતની આત્મહત્યાથી શરૂ થયેલી તપાસ હવે બોલિવૂડના અભિનેતા, અભિનેત્રીઓ અને નિર્માતાઓ સુધી પહોંચી ચુક્યું છે.

આ મામલે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત 7 અભિનેત્રીઓ નામ સામે આવ્યા હતા જેની NCBએ પુછપરછ આદરી છે. બોલીવુડ ડ્રગ્ઝ કેસમાં NCBએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે

આ વચ્ચે હવે ગુજરાત કેડરના અધિકારી NCB ચીફ રાકેશ અસ્થાના મુંબઈ પહોંચ્યા છે. ડ્રગ્સ કેસને લઇને અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે ત્યારે હવે આ મામલે કોઈ મોટા નામોના ખુલાસા થઇ શકે છે.

NCB ચીફ રાકેશ અસ્થાના 3-4 અધિકારીઓ સાથે આ મામલે સમીક્ષા કરવા માટે દિલ્હીથી મુંબઇ પહોંચ્યા છે. ડ્રગ્સ કેસમાં મોટા નામોના ખુલાસાને લઇને બેઠક મળી રહી છે. સંયુક્ત નિદેશક સમીર વાનખેડેની સાથે NCB પ્રમુખ અને NCBની મુંબઈ ટીમ સાથે બેઠક કરી રહ્યા છે.

NCBએ દીપિકા પદુકોણ, શ્રધ્ધા કપુર અને સારા અલી ખાનના મોબાઈલ ફોન જપ્ત કરી લીધાં છે. તેમની સિવાય કરિશ્મા પ્રકાશ, રકુલ પ્રીત સિંહ, સિમોન ખંભાતા અને જયા શાહના મોબાઈલ જપ્ત કરી લીધાં છે.

NCBએ શનિવારે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપુર અને સારા અલી ખાનથી ડ્રગ્ઝનું સેવન કરવા અને લેણ-દેણના આરોપમાં પુછપરછ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.