Western Times News

Gujarati News

મેઘમણીની નાઈટ શિફ્ટની બસને અકસ્માત નડતા ડ્રાઈવર સહિત કર્મીઓને ઈજા

પૂર ઝડપે જતી લકઝરી બસે ટેન્કરના પાછળના ભાગે અથડાતા સર્જાયો અકસ્માત.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વાગરા તાલુકાના દહેજ ઔદ્યોગિક વસાહતની મેઘમણી કંપનીના નાઈટ શિફ્ટના કર્મચારીઓને લઈને પસાર થતી લકઝરી બસને ભરૂચ તાલુકા ના હિંગ્લોટ અને વેસદડા ગામ નજીક ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત બસમાં સવાર કર્મચારીઓને નાની મોટી ઈજા થતા ભરૂચની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તો અકસ્માતના પગલે ભરૂચ તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી છે.

બનાવની મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના દહેજ ઔદ્યોગિક વસાહતની મેઘમણી કંપનીમાં નાઈટ શિફ્ટ ના કર્મચારીઓને રાત્રીના સમયે લકઝરી બસ નંબર જીજે ૦૧ એચટી ૬૪૯૫ મારફતે લઈ જવામાં આવી રહ્યા હતા.

ત્યારે હિંગ્લોટ  અને વેસદડા ગામ વચ્ચે આવેલ હોટલ નજીક પહોંચતા વેલકમ હોટલ સામે આવેલ ડિવાઈડર માંથી એક ટેન્કર નંબર જીજે ૧૮ એઝેડ ૫૧૫૯ હોટલના કંપાઉન્ડ તરફ જતી વેળા પૂર ઝડપે જતી લકઝરી બસના ડ્રાઈવરે બ્રેક મારતા લકઝરી બસ ટેન્કરના પાછળ ના ભાગે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં ડ્રાઈવર અજયને જમણા હાથે ઇજા થયેલ તેમજ લકઝરી બસ માં બેઠેલા કંપનીના માણસો ને નાની મોટી ઈજા થતા ખાનગી હોસ્પીટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબે જણાવ્યું હતું કે અજયને જમણા હાથે ફેક્ચર તેમજ ઉદયપ્રસાદ યાદવને ડાબા પગે ફ્રેક્ચર તેમજ લકઝરી બસમાં બેઠેલ બીજા ડ્રાઈવર જગદીશને બંને પગે ફેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું.તેમજ અન્ય કર્મચારીઓ ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.