Western Times News

Gujarati News

ફૂડ ડિલીવરીનાં બહાને ડ્રગ્સ પહોંચાડવામાં આવતું : પેડલર

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ વચ્ચે બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની વાત સામે આવ્યાં બાદ દરરોજ આ સાથે જોડાયેલી ઘણી નવી જાણકારી હાથ લાગી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનાં હાથ લાગેલાં એક ડ્રગ્સ પેડલરે આ વાતનો ખુલાસો કર્યો છે કે,

આખરે બોલિવૂડ સ્ટાર્સનાં ઘર સુધી ડ્રગ્સ કેવી રીતે પહોંચાડતાં હતાં. ડ્રગ પેડલરનું માનીયે તો, તેઓ ફૂડ ડિલીવરી કરવા આવ્યાંનાં બહાને ડ્રગ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતાં હતાં. માહિતી મુજબ, બોલિવૂડમાં જ્યારે ડ્રગ્સ કનેક્શનનો કેસ સામે આવ્યો છે, ત્યારથી અત્યાર સુધીમાં ૧૮થી વધુ લોકોને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ પકડી ચૂકી છે.

એવામાં એખ ડ્રગ્સ પેડલર ઉસ્માન અનવર અલીની ૨૪ સ્પટેમ્બરનાં ઓશિવારા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીની ટીમે તેની પાસેથી સાડા પાંચ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્તે કર્યું હતું. ઉસ્માને પૂછપરછમાં એનસીબીને જણાવ્યું કે, તેઓ ફૂડ ડિલીવરી કરવાંનાં બહાને ઘણાં ટીવી કલાકારોનાં ઘરે ડ્રગ્સની સપ્લાય કરતો હતો.

એનસીબીનાં સૂત્રો મુજબ, ઉસ્માને પૂછપરછ દરમિાયન ઘણાં કલાકારોનાં નામ પણ જણાવ્યાં છે જેમનાં ઘરે તે ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યો છે કે કરતો રહેતો હોય છે.

ઉસ્માનનાં કબૂલનામા બાદથી ઘણાં સિતારા એનસીબીની રડાર પર આવી ગયા છે. આ બાદ આખા મામલામાં એનસીબી પ્રમુખ રાકેશ અસ્થાનાએ રવિવારે એક બેઠખ બોલાવી હતી. આ બેઠકમાં બોલિવૂડમાં ડ્રગ્સ નેટવર્કનાં મૂડ સુધી જવાને લીલી ઝંડી મળી ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.