Western Times News

Gujarati News

ત્રીજા વિશ્વ યુધ્ધના ભણકારા:  ઈસ્લામિક રાષ્ટ્રો અજરબેજાનની તરફેણમાં આવતા રશિયા-ફ્રાંસ આર્મેનિયાની તરફેણમાં

આર્મેનિયા- અજરબેજાન વચ્ચે ભયાનક યુધ્ધ: ટેંકો- મિસાઈલો, ફાઈટર વિમાનોનો ઉપયોગ: તુર્કીએ પોતાના સૈનિકો અજરબેજાનની મદદે મોકલતા રશિયાએ આર્મેનિયાની મદદે ફાઈટરો મોકલ્યા

નવી દિલ્હી, (Asia-Europe) એશિયા- યુરોપ સાથે સંકળાયેલા બે દેશો અર્મેનિયા અને અજરબેજાનની વચ્ચે ભયંકર યુધ્ધ ફાટી નીકળ્યુ છે. ઈસાઈઓની વસ્તી ધરાવતા અર્મેનિયા અને મુસ્લિમ વસ્તી ધરાવતા અજરબેજાનની વચ્ચે ફૂલસ્કેલ વોર શરૂ થઈ ગયુ છે. ટેંકો, આર્ટીલરી, તોપો, ફાઈટર વિમાનો, રોકેટ લોંચરોના ઉપયોગ થઈ રહયો છે.

અજરબેજાનની તરફેણમાં તુર્કી ખુલીને બહાર આવી ગયુ છે તેની સાથે જ ઓ.આઈ.સી. (ઈસ્લામિક ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન) અજરબેજાનના ટેકામાં આવી જતા સ્થિતિ વધારે બગડે તેવા સંકેતો મળી રહયા છે. ઓ.આઈ.સી. એ વિશ્વના મુસ્લિમ દેશોની બહુમતિ ધરાવતું સંગઠન છે

તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ છે કે આર્મેનિયા કોઈપણ જાતની શરત વિના તેની સેના પાછી ખેંચી લે. ઈસ્લામિક રાષ્ટ્રો તરફથી અજરબેજાનની તરફેણ કરવામાં આવી છે. તુર્કીએ તો તેના લશ્કરને અજરબેજાનની મદદે મોકલ્યુ છે. આમાં પાકિસ્તાન પણ અજરબેજાનની પડખે આવી ગયુ હોવાનું કહેવાય છે.

બીજી તરફ ખ્રિસ્તી બહુમતિ ધરાવતા આર્મેનિયાની તરફેણમાં મહાસત્તા રશિયા મેદાનમાં આવી ગયુ છે. રશિયા તેના ફાઈટરોને આર્મેનિયાની મદદે મોકલ્યા છે જેના લીધે વાતાવરણ વધુ તંગ બન્યુ છે રશિયાના ફાઈટરો અજરબેજાન પર ત્રાટકશે તો ત્રીજા વિશ્વ યુધ્ધનો ટંકાર થઈ જશે તેમ મનાય છે.

જાેકે યુનાઈટેડનેશને બંને દેશોને યુધ્ધ તાત્કાલિક રોકવા જણાવ્યુંછે. સંભવતઃ યુ.એન.માં આ અંગે ચર્ચા- વિચારણા હાથ ધરાશે તેમ મનાય છે તો જગત જમાદાર અમેરિકાએ બંને દેશોને સંયમથી કામ લેવા જણાવ્યુ છે. આર્મેનિયા તથા અજરબેજાન વચ્ચે શરૂ થયેલા ભયાનક યુધ્ધમાં આર્મેનિયાના અનેક સૈનિકો માર્યા ગયા છે. જયારે તેના માનવ વસ્તીવાળા વિસ્તારો પર અજરબેજાને રોકેટ છોડયાના આક્ષેપ થઈ રહયા છે.

ચીન તરફથી તેનું આ મુદ્દે વલણ સ્પષ્ટ થયુ નથી જયારે ભારતે આર્મેનિયાને ચાર જેટલા રડારો વેચ્યા છે જેનો ઉપયોગ આ યુધ્ધ દરમિયાન થઈ રહયો છે. ઈસ્લામિક રાષ્ટ્રોની અજરબેજાનની તરફેણમાં એન્ટ્રી થતા જ હવે ખ્રિસ્તી બહુમતિવાળા દેશો કેવુ વલણ અપનાવે છે

તે જાેવાનું રહેશે આર્મેનિયાની તરફેણમાં રશિયા, ફ્રાંસ આવીને ઉભુ રહેતા ત્રીજા વિશ્વ યુધ્ધના ભણકારા વાગી રહયા છે. અમેરિકા અને ચીન જાે ઝંપલાવશે તો યુધ્ધની પરિસ્થિતિ અત્યંત ભયાવહ થઈ જશે અત્યાર બન્ને દેશની સેનાઓ વચ્ચે યુધ્ધથી ટેંકો- તથા મિસાઈલો સહિતના શસ્ત્રોનો ખુરદો બોલી ગયો છે રિહાઈશી વિસ્તારોને ટાર્ગેટ બનાવતા રશિયા-ફ ્‌રાંસ અજરબેજાન સામે કેવા પગલા લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.