Western Times News

Latest News from Gujarat

સુપ્રીમે રાજ્યોને સેક્સ વર્કરોને ઓળખના પુરાવા વગર ડ્રાય રાશન આપવાનો નિર્દેશ કર્યો

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ રાજ્યોને નિર્દેશ કર્યો છે કે તે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન (National AIDS Control Organisation) અને વિધિક સેવા પ્રાધિકરણો દ્વારા ચિન્હિત યૌનકર્મીઓને ઓળખના પુરાવા રજૂ કર્યા વગર પણ સૂકું રાશન આપે. ટોચની અદાલતે આ મામલે તમામ રાજ્યોને ચાર સપ્તાહની અંદર આદેશનું પાલન થયું છે કેમ તેનો રિપોર્ટ પણ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ રિપોર્ટમાં તે વિવરણ હોવું જરૂરી છે કે કેટલા યૌનકર્મીઓ આ દરમિયાન રાશન આપવામાં આવ્યું છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું કે કોવિડ 19 મહામારીના સમય દરમિયાન યૌનકર્મીઓની નાણાંકીય સહાય કરવા મામલે પણ આવનારા સમયમાં વિચાર કરવામાં આવશે.

બેંચ કહ્યું કે રાજ્યના યૌનકર્મીઓ સૂકો અનાજ આપવામાં આવે અને અને જિલ્લા તથા રાજ્યના વિવિધ સેવા સંગઠનોની સહાયતાથી તેમની ઓળખ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે બિન સરકારી સંગઠન દરબાર મહિલા સમન્વય સમિતિની અરજી પણ સુનવણી કરતા આ આદેશ આપ્યો છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે યૌનકર્મીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. આ અરજીમાં દેશનાં હાજર નવ લાખથી પણ વધુ યૌનકર્મીઓનું રાશન કાર્ડ અને બીજી સુવિધાઓ ઉપબલ્ધ કરાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

બેંચ તમામ રાજ્યોને આ મામલે વિસ્તૃત રિપોર્ટ દાખલ કરાવીને કહ્યું છે કે યૌનકર્મીઓ રાશન કાર્ડ સમેત અન્ય સુવિધાઓ આપવાની વાત પણ કરવામાં આવી છે. બેંચ કહ્યું કે અમને ખબર છે કે રાજ્ય મદદ માટે આગળ આવી રહ્યું છે પણ સમસ્યા તે છે કે યૌનકર્મીઓ પાસે કોઇ ઓળખના પુરાવા નથી. માટે આ તમામને રાશન આપવું જોઇએ. રાજ્યોએ અમને જણાવવું પડશે કે તેમણે આ પર કેવી રીતે અમલ કર્યો છે. કેન્દ્રની તરફથી હાજર વકીલ પણ કહ્યું કે જો રાજ્ય યૌનકર્મીઓને સૂકું અનાજ આપે છે તો અમને તે વાતમાં કોઇ આપત્તિ નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers