Western Times News

Gujarati News

પ્રોસ્ટેટ ગ્રંથિની સાઈઝમાં વધારો

9825009241

સામાન્ય રીતે પચાસ વર્ષની આયુ પછી પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિના કદ-સાઈઝમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જેને પ્રોસ્ટાઈટીસ (પ્રોસ્ટેટનો સોજાે) કહેવાય. આવી સ્થિતિએ રોગજન્ય અવસ્થા છે. પ્રોસ્ટેટમાં વૃદ્ધિ થવાની શરૂઆત થાય ત્યારે કંઈક આવા લક્ષણો દેખાય છે. વ્યક્તિ પુખ્ત થતાં જ આ ગ્રંથીમાં રહેલું પ્રોસ્ટેટિક લિક્વીડ કાર્યરત થાય છે. પ્રોસ્ટેટના સ્નાયુઓમાં થતાં સંકુચનને કારણે શુક્રાણુ સાથે પ્રોસ્ટેટનું પ્રવાહી પણ ભળે છે. સમાગમ બાદ થતાં વીર્યસ્ત્રાવમાં આ પ્રવાહીનો સાઈઠથી સિત્તેર ટકા જેટલો અંશ રહેલો હોય છે. પુરુષના શરીરમાં પેઢુના પોલાણમાં મૂત્રાશયની મૂત્રનલિકાની ફરતે પ્રોસ્ટેટ ગ્રંથી આવેલી છે. રાતા ભૂખરા રંગની, મોટી સોપારી જેવા આકાર અને કદની આ ગ્રંથી પ્રજનનક્રિયામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. શુક્રાણુંને ગતિ સ્પર્મ મોટીલીટી અને પોષણ આપવાનું કામ પણ આ ગ્રંથિને આભારી છે. પચાસ ટકાથી વધુ કિસ્સાઓમાં પ્રોસ્ટેટ વૃદ્ધિ પાછળ સ્ટ્રેપ્ટોકોક્સ કોલન બેસીલસ જેવા જીવાણુઓનો ચેપ જવાબદાર હોય છે.

ક્યારેક સડેલા દાંતના પોલાણમાં રહેલું વિષયુક્ત પરુ લસી દ્વારા પ્રોસ્ટેટ સુધી પહોંચી ચેપની સ્થિતિ વધુ ઉગ્ર બનાવે છે. તો ક્યારેક પ્રોસ્ટેટવૃદ્ધિ પાછળ કેન્સર જેવી રોગજન્ય સ્થિતિ કારણભૂત હોય છે. મોટી પ્રોસ્ટેટની સારવાર કરવાની આ પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. જાે દર્દીને પેથોલોજીના હળવો સંકેતો છે જે ગંભીર ભગવડતાને કારણે નથી. જીવનશૈલી પરિવર્તન પછી લક્ષણોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી જાય છે. જાે દર્દી લાંબા સમય સુધી રોગના કારણને ઓળખવા માંગતા નથી દવા લે છે અને તેના આડઅસરોનો અનુભવ કરે છે.

વારંવાર પેશાબ માટે જવું પડે. પેટ અને પેઢુના ભાગમાં દુઃખાવાની શરૂઆત થાય, પેશાબ કરતી વખતે બળતરા થાય. પેશાબ ખુલાસીને ન આવે. ક્યારેક પેશાબ આવતો બિલકુલ બંધ થઈ જાય અને યુરેમિક પોઈઝનીંગની સ્થિતિ સર્જાય. ક્યારેક મૂત્રમાર્ગે પરુ પડતું દેખાય. મૂત્રનો રંગ બદલાવા લાગે જે ક્રમશઃ ગહેરો પીળો અને લાલ થતો જણાય. આ સાથે ઝીણો તાવ, રાત્રે નિંદ્રામાં ખલેલ, ચક્કર, બેચેની, ઉબકા અને ભૂખનાશ જેવા લક્ષણો અને બ્લડપ્રેશર વધવું તથા હૃદયના ધબકારા વધવા જેવાં વિશિષ્ટ ચિન્હો જાેડાયેલા હોઈ શકે છે. પણ દરદ જૂનું થતું જાય એમ દિવસે પણ થોડી થોડી વારે પેશાબ કરવાની ખણસ થયા કરે છે. પેશાબ કરવા છતાં થોડોક પેશાબ બ્લેડરમાં રહી જતો હોવાથી મૂત્રાશય ખાલી જ થતું હોય એવું લાગ્યા કરે છે.

થોડા પ્રમાણમાં પેશાબ બાકી રહી જવાથી પેડુમાં ભારેપણું અનુભવાય છે. પેશાબ અંદર જમા થયા કરતો હોવાને લીધે મૂત્રપિંડ-કિડની પર વધુ બોજાે પડે છે. ક્યારેક પેશાબમાં ચેપ લાગી જાય, ઈન્ફેક્શન થાય ત્યારે તાવ આવે છે. મૂત્ર પ્રવૃત્તિ વખતે બળતરાં થાય છે. પેશાબની હાજતને રોકવામાં મુશ્કેલી પડે છે અને વધુ વાર થઈ હોય તો પેશાબ કરવા જતાં પહેલાં ઉતાવળમાં કપડા પણ બગડી શકે છે.

પ્રોસ્ટેટની તકલીફનો સમયસર ઉપચાર નહીં કરવાથી બ્લેડરમાં પેશાબ જમા થયા કરતો હોવાથી કીડની પર સોજાે આવી જાય છે અને દરદી તથા પરિવારજનોએ ચિંતામાં મૂકાવું પડે છે. પેશાબ સાથે ભળીને ક્યારેક રક્તકણો આવતા હોય એવું પણ લાગે છે. અને યુરીન ટેસ્ટ કરાવવામાં આવે તો એમાં ખાસ્સા પ્રમાણમાં પસ સેલ કે રક્તકણો જાેવા મળે છે. માદક પીણાંના ઉપયોગને સંપૂર્ણપણે દૂર કરવાની જરૂર છે. જ્યારે તમે શૌચાલયની મુલાકાત લો છો ત્યારે તમારે મૂત્રાશયને સંપૂર્ણપણે ખાલી કરવાની જરૂર છે. કોઈપણ મૂત્રવર્ધક પદાર્થ લેવા પહેલાં, તમારે કાળજીપૂર્વક તેના આડઅસરોનું પરીક્ષણ કરવું જાેઈએ.

નિષ્ણાંતની સલાહ લીધા વગર દવા ન લો રોગના લક્ષણોની અનિયંત્રિત સારવાર પરિસ્થિતિને વધારે તીવ્ર બનાવી શકે રાહ જાેયા વખતે શું કરવું, નિરીક્ષણની પદ્ધતિ પસંદ કરવામાં આવે તો, દર્દીએ દિવસ દરમિયાન વપરાતા પ્રવાહીની માત્રા ઘટાડવી જાેઈએ. સૂવાના જતાં બે કલાક પહેલાં, તમે કંઈપણ પીતા નથી અને પેઢુમાં અસહ્ય વેદના થતી હોય ત્યારે તત્કાલ ઉપયોગી ઔષધિ તરીકે સાટોડી ઘરમાં વસાવી રાખવા જેવી છે. હવે પ્રોસ્ટેટ વૃદ્ધિ અટકાવવા માટેના ઉપાય જાેઈએ. પ્રોસ્ટેટ વૃદ્ધિની સમસ્યા પર કામ કરતી અનન્ય ઔષધિનું નામ છે સાટોડી સોજાે ઉતારવામાં આ ઔષધિની ઘણી પ્રતિષ્ઠા હોવાથી સંસ્કૃતમાં એનું એક નામ શોફઘ્ની પડ્યું. સાટોડીના પાનમાં પુનર્નવીન નામનું આલ્કલોઈડ છે જે શરીરના કોઈપણ ભાગમાં થતાં સોજાને દૂર કરવાનું કામ કરે છે. પ્રોસ્ટેટ વૃદ્ધિ વખતે અટકી-અટકીને પેશાબ આવતો હોય. બ્લેડરમાં મૂત્રનો ભરાવો થઈ જતો હોય અને પેઢુમાં અસહ્ય વેદના થતી હોય ત્યારે તત્કાલ ઉપયોગી ઔષધિ તરીકે સાટોડી ઘરમાં વસાવી રાખવા લાયક છે. પાંચ ગ્રામ સાટોડીના ચૂર્ણનું રોજ ત્રણ મહિના સુધી હુંફાળા પાણી સાથે સવારે ખાલી પેટે સેવન કરવું.

ગોખરુ એ પ્રોસ્ટેટ વૃદ્ધિ પર સફળ પરિણામ લાવતી બીજી મહત્ત્વની ઔષધિ છે. ગોખરુના છોડ ચોમાસામાં ઊગી નીકળે છે. ગોખરુ ગુણથી મૂત્રલ હોવાથી પ્રોસ્ટેટ વૃદ્ધિ દરમ્યાન થતાં મૂત્રના અટકાવને દૂર કરી પેશાન સાફ લાવે છે. વળી, તે બળ આપનાર હોઈ પ્રોસ્ટેટ વૃદ્ધિને કારણે રહેતી અશક્તિ, ભૂખનાશ, ઉબકા પર પણ સારું કામ કરે છે. ગોખરુનું પાંચ ગ્રામ ચૂર્ણ સાટોડીના પાંચ ગ્રામ ચૂર્ણ સાથે લાંબા સમય સુધી સેવન કરવું. ગૂગળ ગૂગળનું લેટિન નામ છે કોમીફોરા મુકુલ. ગૂગળમાં જંતુઘ્ન ગુણ રહેલો હોવાથી ચેપજન્ય પ્રોસ્ટેટવૃદ્ધિ પર તેની સારી અસર થાય છે. ગૂગળ શુદ્ધ કર્યા પછી વાપરવો ઉચિત છે.

જૂનો થઈ ગયેલો કાળો અને ખરાબ ગંધવાળો ગૂગળ ખાવો નહિં. ગૂગળ અલ્પ માત્રામાં આશરે એકથી દોઢ ગ્રામ જેટલો પીસીને મધ સાથે લઈ શકાય. પ્રોસ્ટેટ વ્યાધિ પર કામ કરતી ઔષધિનું નામ છે ગરમાળો. ખાસ કરીને જ્યારે પ્રોસ્ટેટ વૃદ્ધિ પાછળ જૂની કબજિયાત અને મળાવરોધ જવાબદાર કારણ હોય ત્યારે ગરમાળો એ ઉત્તમ ઔષધિ પુરવાર થાય છે. ગરમાળો મૃદુ રેચક છે અને તેમાં રહેલો હાયડ્રોક્સિમિથેલ નામનો પદાર્થ કોઠાને શુદ્ધ કરી પ્રોસ્ટેટના ચેપને અટકાવવાનું કામ કરે છે.

પ્રોસ્ટેટાઈટિસ- પ્રોસ્ટેટ ગ્રંથિમાં આવતા સોજાની સારવાર આધુનિક ચિકિત્સા પદ્ધતિના નિષ્ણાતો મોટે ભાગે ઓપરેશન કરાવી લેવાની સલાહ આપે છે. પરંતુ આયુર્વેદમાં શસ્ત્રક્રિયા એ તો છેલ્લો ઉપાય છે. ઔષધો દ્વારા કોઈ દરદને મટાડી શકાતું હોય તો એને જ પ્રાધાન્ય આપવું જાેઈએ. સૌથી પહેલાં તો પેશાબની રુકાવટ દૂર કરે અને છૂટથી પેશાબ આવે એવા તથા સોજાને દૂર કરે એવા જ ઔષધો યોજવા જાેઈએ. પેશાબ બંધ થઈ હોય તો દવા દ્વારા મૂત્ર પ્રવૃત્તિ ન થાય તો કેથેટર મૂકીને પણ પેશાબ કરાવી લેવો. બ્લેડરમાં મૂત્રનો ભરાવો થઈ જતો હોય છે. પ્રોસ્ટેટના દર્દીએ ઠાંસી ઠાંસીને પેટ ન ભરવું. ભૂખ કરતાં ઓછું જમવામાં આવે તો પેટ સાફ આવે એ માટે રાત્રે સૂતી વખતે એકાદ ચમચી જેટલું એરંડભૃષ્ટ હરીતકીનું ચૂર્ણ ફાકી જવું અથવા અઠવાડિયામાં એક બે વાર અનુકૂળ માત્રામાં દેશી દીવેલ લઈ લેવું.

ખોરાકમાં દાળનું ઓસામણ, મગ, ભાત, ખીચડી, થૂલી, જવની રોટલી, અનુકૂળ આવે એટલા ફળ તથા ગાયનું દૂધ પણ લઈ શકાય. દૂધી, પરવળ, કારેલા, કોળું, તૂરિયા કે ગલકા જેવા પથ્ય શાકભાજી પણ લઈ શકાય. નિયમિત દવા લેવી અને રોજ સવાર સાંજ અડધોથી પોણો કલાક ચાલવું જ જાતીય સંબંધમાં શક્ય તેટલો સંયમ રાખવો. અતિરેક ન કરવો. રાત્રે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડતું હોય છે. આથી વ્યક્તિને થાક તથા બેચેનીનો અનુભવ થઈ શકે છે. આથી રોજ રાત્રે સૂતા પહેલાં એકાદ ચમચી જેટલું ગંઠોડાનું ચૂર્ણ ફાકી જવું અથવા દૂધ સાથે લેવું. અપચો કે અજીર્ણ તથા કબજિયાત ન થાય તેની ખાસ કાળજી રાખવી. ઝાડા-પેશાબની કે વાછૂટની હાજતને રોકવી નહીં. શરીર પાતળું હોય તો એકાદ ચમચી જેટલું અશ્વગંધા ચૂર્ણ પણ લઈ શકાય. દારૂ, સિગારેટ કે બીજા વ્યસનોથી દૂર રહેવું. પ્રોસ્ટેટના વ્યાધિથી ગભરાઈ જવાની જરૂર નથી. રોગનો ખ્યાલ આવે કે તરત જ આયુર્વેદિક ઔષધો શરૂ કરી દેવા.

આ ઉપરાંત પ્રોસ્ટેટ વ્યાધિથી પીડાતા વ્યક્તિઓએ ખાટાં અને તીખાં પદાર્થાે ત્યાગવા. રોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું તથા ખોરાકમાં નાળિયેર પાણી, કાકડી, ગાજર, આમળા જેવા વિટામીન્સથી ભરપૂર અને એન્ટિઓક્સિડન્ટયુક્ત આહારનો ઉપયોગ કરવો. ઔષધોમાં પેશાબમાં પરુ આવતું હોય તો ગાક્ષુરાદિ ગૂગળ, બંગશીલ કે સુવર્ણબંગનો ઉપયોગ કરવો. જિવિતપ્રદાવટી, પુનર્નવાઘનવટી તથા ચંદ્રપ્રભા, ગૂગળની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. નિયમિત રીતે સવાર સાંજ એકાદ ચમચી જેટલું રસાયણ પૂર્ણ ફાકી જવું. એક અનુભૂત ઔષધિ છે અષ્ટીલાહારવટી સાથે આપ્યે છીએ પ્રોસ્ટેટ ગ્રન્થિહરિવટી ૨-૨-૨ દિવસમાં ત્રણ વખત જવ કળથીના પાણી સાથે વૈદની સલાહ મુજબ ચાલુ કરવી ચાર ચમચી વરુણાદિ કવાથમાં એટલું જ પાણી મેળવી સવાર સાંજ પીવો. કેટલા વાજિકરણ ઔષધો અને કેટલીક પેટન્ટ દવાઓ પણ આ તકલીફમાં લાભકર સિદ્ધ થાય છે.

પ્રોસ્ટેટ વૃદ્ધિમાં નીચેનું ઔષધ ખૂબ જ લાભપ્રદ જણાયું છે. ગળો ધન ૫૦ ગ્રામ, શિલાજીત ૫૦ ગ્રામ, શુદ્ધ ગૂગળ ૫૦ ગ્રામ, સુ.બૃહતવાત ચિંતામણી અથવા વસંતકુસુમાકર ૧૦ ગ્રામ આ ચારેય ઔષધો સારી રીતે ઘૂંટીને ચણા જેવડી ગોળી બનાવી લેવી. રંગોળી સવાર સાંજ ગરમ પાણી સાથે લેવી ઉપરોક્ત ઔષધો જેટલા ઉચ્ચ કોટીના દ્રવ્યોમાંથી બનાવ્યા હશે. તેટલું જ પરિણામ ઝડપી બતાવે છે. આ રોગના રોગીએ ઉત્તેજક પદાર્થાે ન લેવા. કબમદાન થવા ન દેવી વાયુ છૂટે તેવા પાચન ઔષધો લેવા. વાયુ કરનાર પદાર્થાે ત્યજવા નિયમિત પચે તેવો હલકો ખોરાક લેવો. જવનો ઉપયોગ આ રોગમાં વધુ પથ્ય છે. જવની ભાખરી-રોટલી નિયમિત ખાવી. કળથીરું પાણી પીવું. આ રોગની ચિકિત્સામાં ટબબાથ (હૂંફાળા ગરમ પાણીમાં બેસવું) જેવી ક્રિયાથી ખૂબ જ લાભ થાય છે. રોગીએ ૧૦થી ૧૫ મિનિટ નિયમિત પસીનો આવે ત્યાં સુધી આ ક્રિયા કરીને શરીરને સારી રીતે લૂછીને થોડો આરામ કરવો, એટલે કે હવા તરત ન લાગી જાય તે સંભાળવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.