Western Times News

Gujarati News

પ્રો કબડ્ડી લીગની સિઝન 7: જાયન્ટસે યોધ્ધાને આસાનીથી પરાજય આપ્યો

શુક્રવારે હૈદ્રાબાદમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની વધુ એક મેચમાં સુંદર પરફોર્મન્સ દર્શાવીને ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે એકતરફી બની ગયેલી મેચમાં  યુપી યોધ્ધાને   આસાનીથી પરાજય આપ્યો છે. ઑલરાઉન્ડર રોહિત ગુલીયાએ તેની પ્રથમ સુપર-10  નોંધાવી હતી અને   44-19ના ધમાકેદાર વિજય સાથે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ આ મેચ પછી પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન  ઉપર  પહોંચી ગયું છે.

પરવેશ ભૈનસ્વાલે હાંસલ કરેલી   વધુ એક હાઈ-ફાઈવ જાયન્ટસ માટે ખૂબ જ મહત્વની પૂરવાર થઈ હતી. યોધ્ધાના રેઈડીંગ યુનિટમાં મોનુ ગોયાત અને શ્રી કાંત જાધવ  જેવા ખેલાડીઓ પોઈન્ટ સ્કોર કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા  ભૈનસ્વાલે  જાધવના સુપર્બ એંકલ હોલ્ડ વડે હાઈ-ફાઈવ પૂર્ણ કરી હતી. જાયન્ટસનુ એવુ વર્ચસ્વ છવાઈ ગયું હતું કે તેમણે મેચમાં માત્ર 12 પોઈન્ટ આપ્યા હતા.

ગુલીયા કે જે રેઈડર લીડર સચિન તનવરની  આગેવાની  હેઠળ રમતા હતા તેમણે કરો યા મરો જેવી આક્રમકતાથી  નોધપાત્ર કલાબાઝી (acrobatic) કૌશલ્ય દાખવીને મેચમાં 11 પોઇન્ટ એકત્રિત કર્યા  હતા. રોહિત ગુલીયાએ બે ટચ પેઈન્ટ સાથે પાછા ફરીને  રમતમાં ભારે અસર પેદા કરી હતી. એ રાત્રે   સચીને  તેના સિગ્નેચર રનીંગ હેન્ડ ટચ કરી ત્વરિત પાછા આવવાના કૌશલ્ય વડે 6 પોઈન્ટ મેળવ્યા હતા.  મેચની 12મી મિનીટે જ ગુલીયાએ યુપીના એક માત્ર બચેલા ડિફેન્ડરને બેંચ ઉપર મોકલી દઈને ઑલઆઉટની સ્થિતિ સર્જી હતી.

મેચની 23મી મિનિટે કરો યા મરો રેઈડ  વડે ગુલીયા બે ટચ પોઈન્ટ મેળવીને પરત આવ્યા હતા અને ગુજરાત બીજુ ઑલ આઉટ લાદીને ડ્રાઈવંગ સીટ ઉપર આવી ગયું હતું. યોધ્ધાના ડિફેન્ડરે  પ્રસંગોપાત જીબી મોરે અને સચીન તનવરને ટેકલ કરવા ઘણા પ્રયાસ કર્યા હતા પણ તેમના પ્રયાસો ઘણા ઓછા અને ઘણા મોડા પડયા  હતા. ઘડીયાળમાં 3 મિનીટ બાકી હતી ત્યારે જાયન્ટસે ત્રીજો ઑલઆઉટ લાદીને યોધ્ધા માટે મેચ  તેમની પહોંચ બહાર પહોંચાડી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.