Western Times News

Gujarati News

હાથરસ કાંડના વિરોધમાં મમતા બેનર્જીની રેલી

કોલકાતા, હાથરસ ગેંગરેપ કેસ અંગે ઉત્તર પ્રદેશથી લઇને કોલકાતા સુધી રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં એક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યુ હતું. તો ભાજપ સરકાર ઉપર નિશાન લગાવીને શાબ્દિક પ્રહારો પણ કર્યા. તેમણે હાથરસ જઇને પીડિત પરિવારને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે લઘુમતિઓ અને દલિતો સામે થઇ રહેલા અત્યાસાર સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર ઉપર તાનાશાહીનો આરોપ પણ લગાવ્યો છે. આટલેથી ના અટકતા તેમણે ભગવા પાર્ટીને એકે મહામારી ગણાવી હતી, જે દલિતો ઉપર સૌથી વધારે અત્યાચાર કરે છે.

મમતા બેનર્જીએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું કે તે દલિતોનો છેલ્લે સુધી સાથ આપશે, કારણ કે તેમની જાતિ માનવતાની છે અને તેઓ ધર્મ કે જાતિના આધાર ઉપર ભેદભાવ કરવામાં નથી માનતા. કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ મમતા બેનર્જી પ્રથમ વખત કોઇ વિરોધ પ્રદર્શન અને રેલીમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.