Western Times News

Gujarati News

જંબુસર તાલુકામાં ઈદુલફિત્ર- રમઝાન ઈદની ઉજવણી કરાઈ

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) જંબુસર 05062019: બુસર નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રમઝાન ઈદની નમાઝ અદા કરી એકબીજાને ભેટી મુબારકબાદી આપી હતી. રમઝાન માસ પૂરો થતાની સાથે જ ઈદ જેવો ખુશાલીનો તહેવાર ઉજવાય છે. રમઝાન માસમાં સતત ૧૪ કલાક સુધી અન્ન અને જળનો ત્યાગ કરી ઉપવાસ (રોજા) કરે છે આ સાથે રાત્રીના સમયે મસ્જીદોમાં તરાવીહ અદા કરે છે સાથે પોતાની આર્થિક કમાણીમાંથી અમુક ટકા રકમ ગરીબોને દાન સ્વરૂપે એટલે કે લિલ્લાહ, ઝકાત અને ફિત્ર સ્વરૂપે આપે છે. આખા માસ દરમ્યાન કુરાન શરીફનું પઠન કરે છે. આ સાથે ધાર્મિક બાબતની સાથે શરીરમાં આખા માસ દરમ્યાન ભૂખ્યા રહેવાથી શરીરમાં ફેરફાર થવાથી તંદુરસ્તીમાં વધારો થાય છે.

આજરોજ ઈદનો તહેવારની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ લોકો નાહી- ધોઈને નવા કપડાં પહેરી ઈદની નમાઝ પઢવા ઈદગાહમાં પહોંચી ગયા હતા ત્યાં ઈદુલફિત્રની નમાજ અદા કરી દેશમાં એકતા- ભાઈચારો જળવાઈ રહે એવી દુઆ કરી હતી. તાલુકામાં કાવી, સારોદ, દેવલા, ખાનપુર દેહ, કાવલી, જંત્રાણ, ટુંડજ, ટંકારીબંદર, દહેગામ, ડાભા, નોબાર ઈસ્લામપુર, કહાનવા, વેડચ, ભડકોદરા વિગેરે ગામોમાં તેમજ જંબુસર નગરમાં ઈદુલફિત્રની નમાજ અદા કરી હતી. જાકે આ વર્ષે ગરમીનો પારો ઉચો હોય છતાં આવી ગરમીમાં લોકોએ રોજા (ઉપવાસ) રાખી કુદરતની ઈબાદત કરી હતી.*

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.