Western Times News

Latest News from Gujarat

મોદી ગત ૨૦ વર્ષથી મુખ્યમંત્રી અને વડાપ્રધાનની ખુરશી પર આસીન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજય અને કેન્દ્ર સરકારોના વડા તરીકે આજે ૨૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે આ દરમિયાન તેમણે કોઇ બ્રેક લીધો નથી આ રીતે તેમણે એક નેતાના કેરિયરના હિસાબથી એક વધુ ઉદાહરણ રજુ કર્યું છે જેમની લુભાવની અપીલે ભાજપને રાષ્ટ્રીય સ્તર પર સૌથી મોટી પ્રતિષ્ઠા અપાવી છે. મોદીને તે સમયે આરએસએસથી અચાનક નિકાળી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સેવા કરવાની જવાબદારી આપી દેવામાં આવી હતી જયારે ભાજપની અંદર અસંતોષનો અવાજ ઉઠી રહ્યો હતો આવી પરિસ્થિતિમાં મોદીએ ગુજરાતમાં સતત ત્રણ સરકારોનું નેતૃત્વ કરતા કેન્દ્રમાં કોંગ્રેસના દબદબાને પડકાર આપવાનો મજબુત આધાર તૈયાર કરી લીધો.

ભાજપના સુત્રોનું માનવું છે કે મોદી સતત ૧૯ વર્ષ પોતાની સરકારી સેવાના બીજા દૌરમાં ભારતના વડાપ્રધાન તરીકે સામાન્ય જનતાને સંતુષ્ટ કરવામાં જબરજસ્ત સફળતા હાંસલ કરી છે. તે પછી ચુંટણી વચનોને સમયસીમાની અંદર પ્રભાવી રીતે પુરા કરવાની વાત હોય કે પછી કોવિડ ૧૯ મહામારી જેવી અપ્રત્યાશિત આપદાનો સામનો કરવાની મોદીના નિર્ણયે દેશ અને દેશવાસીઓ પ્રત્યે તેમની નિષ્ઠાની ભાવના વધુ મજબુત કરી દીધી.

વડાપ્રધાને આ વર્ષ પાંચ ઓગષ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પુજન કર્યું આ સાથે જ તેમણે આ ગંભીર વિવાદના કાનુની સમાધાનના ભાજપની જુનુ વચન પુરૂ કર્યું આ પહેલા તે બંધારણની કલમ ૩૭૦ને જમ્મુ કાશ્મીરથી નિષ્પ્રભાવીત કરતા ભાજપું એક વધુ મુખ્ય વચન પુરૂ કરી ચુકયા હતાં મોદીના વડાપ્રધાનની બીજા કાર્યકાળની શરૂઆતમાં જ એક સાથી તીન તલાકની કુપ્રથાથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ અપાવી ભાજપે તેને મુસ્લિમ સમાજમાં મોટા સુધારાનો પાયો માને છે
આત્મનિર્ભર ભારત અભિયાનની લોન્ચીગ, મહામારીથી પ્રભાવિત વંચિત વર્ગના કોરોડો લોકોને મુકત અનાજ ઉપલબ્ધ કરાવવાથી લઇ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનને તેની જ ભાષામા ંજવાબ આપવા અને શ્રમ અને કૃષિ ક્ષેત્રમાં સંબિત સુધારાને પરિણામ સુધી પહોંચાડવા સુધી મોદીના અનેક મોટો કડક અને મોટા પગલા ઉઠાવ્યા.

જાે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન રહેતા એનડીએના બે જુના મિત્રો શિવસેના અને શિરોમણી અકાલી દળે પોત પોતાનો માર્ગ અલગ કરી દીધે એક ભાજપ નેતાએ કહ્યું કે કૃષિ સુધાર માટે લાવવામાં આવેલ કાનુન અમારા ગઠબંધનને ખુબ મોધુ પડયું અને એક જુના સાથી અકાલી દળ અમારો સાથ છોડી ગયો જાે કે વડાપ્રધાન પોતાના નિર્ણય પર મકકમ રહ્યાં કારણ કે આ કાનુન ૨૦૨૨ સુધી કિસાનોની આવક બેગણી કરવાનો માર્ગ મોકળો કરનાર છે.HS