Western Times News

Gujarati News

આધુનિકરણથી વાયુસેના વધુ મજબૂત બનશે : રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના ગુરુવારે પોતાનો ૮૮મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર રામનાથ કોવિંદએ પોતાની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિએ ટ્‌વીટ કરીને ભારતીય વાયુસેનામાં ચાલી રહેલા પરિવર્તનના દોર ઉપર પણ ભાર મૂક્યો છે. એક ટ્‌વીટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરવાની સાથે આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને વધુ સામરિક બળમાં પરવર્તીત કરશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વાયુ સેના દિવસ પર, અમે ગર્વથી અમારી વાયુ યોદ્ધાઓ, દિગ્ગજો અને ભારતીય વાયુ સેનાના પરિવારોનું સન્માન કરીએ છીએ.

રાષ્ટ્ર આપણા આકાશને સુરક્ષિત રાખવા અને માનવીય સહાયતા અને આપત્તિ રાહતમાં નાગરિક અધિકારોની સહાયત કરવામાં ભારતીય વાયુસેનાના યોગદાન માટે ઋણી છે. સુપ્રીમ કમાન્ડરે કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કીર આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને સામરીક બળમાં પરિવર્તીત કરશે. અમને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં, ભારતીય વાયુ સેના પ્રતિબદ્ધતા અને ક્ષમતાનજે પોતાના ઉચ્ચ માપદંડોને કાયમ રાખવાનું ચાલુ રાખશે.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાને શુભેચ્છાઓ પાઠવી. તેઓએ લખ્યું કે- એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્ધાઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

તમે દેશના આકાશને સુરક્ષિત રાખો છો ઉપરાંત આપત્તિ સમયે માનવતાની સેવામાં પણ અગ્રણી ભૂમિકા નિભાવે છે. માતા ભારતની રક્ષા માટે આપના સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ પણ વાયુસેના દિવસ પર ટ્‌વીટ કરીને પોતાની શુભકામનાઓ આપી. રક્ષા મંત્રીએ લખ્યું કે, વાયુ સેના દિવસ ૨૦૨૦ના અવસરે વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ. ૮૮ વર્ષના સમર્પણ, બલિદાન અને ઉત્કૃષ્ટતા ભારતીય વાયુસેનાની યાત્રાને દર્શાવે છે જે આજે પણ ઘાતક અને અજય છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય વાયુસેના હંમશા રાષ્ટ્રના આકાશની રક્ષા કરશે. આપને હંમેશા ખુશ રહેવાનો શુભાકાંક્ષી છું. ભારતીય વાયુસેનાનો આજે ૮૮મો સ્થાપના દિવસ છે.

ભારતના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે સાડા આઠ વાગે થશે. સરહદ પર ચીન અને પાકિસ્તાનના બેવડા પડકાર વચ્ચે ભારતની વાયુસેનાના પરાક્રમની ઝલક હિંડન એરબેસ પર જોવા મળશે. આયોજનમાં આ વખતે કુલ ૫૬ એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. જેમાં રાફેલ, જગુઆર, તેજસ સહિત સુખોઈ અને મિરાજ પણ સામેલ છે. આજના સ્ટેટિક ડિસ્પલેમાં રાફેલને સૌથી વચ્ચે સ્થાન અપાયું છે. ફ્લાય પાસ્ટના ફોર્મેશન્સમાં પણ રાફેલને જગ્યા અપાઈ છે. વિજય ફોર્મેશનમાં રાફેલની સાથે સાથે મિરાજ-૨૦૦૦ અને જગુઆર ફાઈટર જેટ્‌સ પણ હશે જ્યારે ટ્રાન્સફોર્મર ફોર્મેશનમાં તેજસ અને સુખોઈ વિમાન હશે. એટલે કે આજે આકાશમાં દુનિયા ભારતના રક્ષા બેડામાં હાલમાં જ સામેલ થયેલા રાફેલ અને સ્વદેશી તેજસની તાકાત પણ જોશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.