Western Times News

Gujarati News

દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બાળકનો જન્મ: પ્રીમેચ્યોર ડિલિવરી

નવી દિલ્હી, દિલ્હીથી બેંગ્લુરુ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પ્રેગ્નેટ મહિલાએ બાળકને જન્મ આપ્યો. ઈન્ડિગોએ કહ્યું, અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહેલી અમારી ફ્લાઈટ 6 ઇ 122માં બુધવારે સાંજે 7.40 વાગ્યે બાળકનો જન્મ થયો. બાળક પ્રીમેચ્યોર છે. જોકે માતા અને બાળક બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન ફ્લાઈટ ઓપરેશન સામાન્ય છે. આ પ્લેન સાંજે 7.40 વાગ્યે બેંગ્લુરુ એરપોર્ટ પર લેન્ડ થયું. તમામને અભિનંદન.

ડિલિવરી એરલાઇન્સના ટ્રેન્ડ ક્રૂ-મેમ્બર્સે કરાવી. ઈન્ડિગોએ હાલ બાળક અને તેની માતા અંગે વધુ જાણકારી નથી આપી. બેંગ્લુરુ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ ઈન્ડિગોના ક્રૂ-મેમ્બર્સે બાળક અને તેની માતાને અભિનંદન આપ્યાં અને ભેટ પણ આપી. સોશિયલ મીડિયા પર બાળકના જન્મ પછી તેની તસવીરને પોસ્ટ કરવામાં આવી રહી છે.

આ વચ્ચે એવું કહેવામાં આવે છે કે બાળકને ઈન્ડિગો એરલાઇન્સ તરફથી ફ્રી હવાઈયાત્રાની ભેટ મળી શકે છે. સામાન્ય રીતે પ્લેનમાં જન્મ લેનારાં બાળકોને એરલાઇન્સ આ પ્રકારની તક આપે છે. જોકે હજુ સુધી આ અંગે ઈન્ડિગો દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.