Western Times News

Gujarati News

રિપબ્લિક સહિતની ચેનલોના TRP વધારવાના ષડયંત્રનો પર્દાફાશ

સુશાંત આત્મહત્યા કેસમાં બૂમબરાડા પાડીને દેશભરમાં ચર્ચા જગાવનારી રિપબ્લિક ચેનલ સામે મુંબઈ પોલીસે બહુ મોટો આરોપ મૂક્યો છે. ચેનલ પોતાની TRP વધારવા માટે લાંચ આપતી હોવાના આક્ષેપ સાથે મુંબઈ પોલીસે 2ની ધરપકડ કરી છે.

મુંબઈ પોલીસે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સુશાંત કેસમાં ખાસ પ્રકારના હેતુથી અપપ્રચાર ચલાવવામાં આવતો હતો અને બનાવટી TRPનું રેકેટ ચાલતું હતું. ઊંચો TRP બતાવવા માટે પૈસા ચૂકવવામાં આવતા હતા. મલિન હેતુ પાર પાડવા માટેનું આ બદનિયતભર્યું અભિયાન હતું, એમ જણાવતાં મુંબઈ પોલીસે આ સંદર્ભે 2 વ્યક્તિની ધરપકડ કરી હોવાનું ઉમેર્યું હતું. અલબત્ત, કોની ધરપકડ થઈ છે અને પોલીસે શું પુરાવા મેળવ્યા છે એ વિશે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પોલીસ કમિશનર પરમવીર સિંહે કહ્યું હતું કે રિપબ્લિક ચેનલ સહિત કુલ 3 ચેનલના વ્યવહારોની તપાસ ચાલી રહી છે. આ ત્રણેય ચેનલ TRP કૌભાંડમાં સંડોવાયેલી છે. રિપબ્લિક સિવાય બીજી બે ચેનલ કઈ એ વિશે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.