Western Times News

Gujarati News

ટ્રેન રવાના થવાના ૩૦ મિનિટ પહેલાં પણ ટિકિટ બુક કરાવી શકાશે

Files photo

નવી દિલ્હી: મુસાફરોને રાહત આપવા માટે ભારતીય રેલવે આજથી બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સુવિધા આપી રહી છે. આ બીજા રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના ૩૦ મિનિટ પહેલા તૈયાર કરવામાં આવશે.

નવો નિયમ આજથી એટલે કે ૧૦મી ઓક્ટોબરથી અમલમાં આવશે. પહેલા કોવિડ ૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને ચાર્ટમાં બે કલાક પહેલા જ બદલાવ કરવામાં આવતો હતો.

રેલવે તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના કાળ પહેલાના નિયમ પ્રમાણે પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના ચાર કલાક પહેલા તૈયાર થતો હતો. જે બાદમાં ઇન્ટરનેટ અથવા પીઆરએસ સિસ્ટમ આધારે ઉપલબ્ધ હોય

તેવી ટિકિટનું બુકિંગ વહેતા તે પહેલાના ધોરણ કરવામાં આવતું હતું. આ બુકિંગ બીજો રિઝર્વેશન ચાર્ટ બને તે પહેલા સુધી થતું હતું. બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના ૩૦થી પાંચ મિનિટ સુધી તૈયાર થતો હતો.

આ દરમિયાન રિફંડ નિયમ અંતર્ગત પહેલાથી બુક કરવામાં આવેલી ટિકિટને કેન્સલ કરવાની મંજૂરી હતી. કોરોના કાળમાં બીજા રિઝર્વેશન ચાર્ટના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

હવે બીજી વખત નિયમમાં ફેરફાર કરતા ફરીથી રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના ૩૦ મિનિટ સુધી તૈયાર કરવાની છૂટ આપી દેવામાં આવી છે.

બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા ટિકિટનું બુકિંગ ઑનલાઇન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પરથી કરી શકાશે. ટ્રેન છૂટવાના ૩૦ મિનિટ પહેલા ચાર્ટ બનાવવા માટે રેલ સૂચના પ્રણાલી કેન્દ્ર સૉફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેનનો પ્રથમ ચાર્ટ ટ્રેન રવાના થયાના ચાર કલાક પહેલા બની જાય છે. બીજા ચાર્ટનો સમય બદલવાથી હવે મુસાફરો પાસે ટિકિટ બુક કરાવવાના વધારે વિકલ્પ રહેસે.

મુસાફર બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા આવો પહેલા મેળવોના ધોરણે ઇન્ટરનેટના માધ્યમથી ટિકિટનું બુકિંગ કરી શકે છે. બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના ઠીક ૩૦ મિનિટ પહેલા તૈયાર કરી દેવામાં આવશે. આ ચાર્ટમાં પહેલાથી બુક હોય તેવી ટિકિટને કેન્સલ કરવાની પણ જોગવાઈ હશે.

એક નિવેદનમાં ભારતીય રેલવેએ કહ્યું કે, કોવિડ-૧૯ની મહામારી આવતા પહેલના દિશા-નિર્દેશો અંતર્ગત પહેલી આરક્ષણ ટ્રેનો માટે નિર્ધારિત પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતુ હતું.

જેથી ઉપલબ્ધ બર્થ દ્વિતીય આરક્ષણ ચાર્ટના તૈયાર થવા સુધી ‘વહેલા તે પહેલા’ ના આધાર પર પીઆરએસ કાઉન્ટર અને ઈન્ટરનેટના માધ્યમથી બૂક કરાવી શકાશે.

રેલવેએ કહ્યું કે, દ્વિતીય આરક્ષણ ચાર્ટ ટ્રેનોના નિર્ધારિત/પરિવર્તિત પ્રસ્થાન સમયથી ૩૦ મિનીટથી લઈને પાંચ મિનીટ પહેલા સુધી તૈયાર કરવામાં આવતો હતો.

પહેલેથી ટિકીટ પણ રિફંડના પ્રાવધાનો અનુસાર, આ દરમિયાન કેન્સલ કરવાની અનુમતિ હતી. કોરોના વાયરસને કારણે બીજુ આરક્ષણ ચાર્ટ બનાવવાનો સમય ટ્રેનોના નિર્ધારત/પરિવર્તિત પ્રસ્થાન સમયથી અડધા કલાક પહેલેથી વધારીને બે કલાક પહેલા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રેલવેએ જણાવ્યું કે, મુસાફરોની સુવિધા માટે ઝોનલ રેલવેના કહેવા પર આ મામલે વિચાર કરવામાં આવ્યો છે. તેમજ નક્કી કરાયું છે કે, બીજો આરક્ષણ ચાર્ટ ટ્રેનોના નિર્ધારિત/પરિવર્તિત પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા અડધા કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.