Western Times News

Gujarati News

શહેરના ૩૦ હજાર ઝૂંપડા ધારકોને પાકા મકાન મળશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૩ સેવા વસ્તીના પરિવારોને પૂર્ણ સુવિધાયુક્ત મકાન ફાળવવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેર ખરા અર્થમાં “સ્માર્ટ સીટી” બને તે માટે ચાલી-ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાગરીકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે

જેમાં ચાલી-ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને પાકા સુવિધાયુક્ત મકાનો તે જ સ્થળે બનાવી આપવામાં આવે છે જેને “સ્લમ રીહેબીવીટેશન” યોજના પણ કહેવામાં આવે છે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સદ્દર યોજના અંતર્ગત ૧૦૦ કરતા વધુ ચાલી- ઝૂંપડપટ્ટીના સ્થાને પાકા મકાનો બનાવી આપવા માટે કામ કરી રહયુ છે. તથા અત્યાર સુધી લગભગ ૪૦ જેટલી ઝૂંપડપટ્ટીના સ્થાને પાકા મકાનો તૈયાર થઈ ગયા છે. એક અંદાજ મુજબ સેવા વસ્તીમાં વસવાટ કરતા ૩૦ હજાર પરિવારો સદ્‌ર યોજનાનો લાભ લઈ રહયા છે.

કેન્દ્રની પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં ૧૦૩ સેવા વસ્તીમાં વસવાટ કરતા પરિવારોને પાકા મકાન બનાવી આપવામાં આવશે.   સેવા વસ્તીના સ્થથળે જ બેઠક રૂમ, બેડરૂમ, રસોડુ, સંડાસ- બાથરૂમ અને ચોકડી સહિત અંદાજે ૩૦ ચો.મી. કાર્પટ એરીયાનું મકાન આપવામાં આવી રહયા છે.  મ્યુનિ. ઈ. ડબલ્યુ.એલ. આવાસ યોજનામાં પાકા મકાનની સાથે રાંધણગેસની લાઈન, કેમ્પસમાં આર.સી.સી. રસ્તા, લીફટ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, મુખ્ય દરવાજે વુડન ડોર લશ વિથ કલર, મીની એલ.ટી.પી. પેવર બ્લોક, ગ્રીન હાઉસ કન્સેલ્ટ મુજબ એ સી બ્લોક વીટ્ટીફાઈડડ ટાઈલ્સ ફલોરીંગ કોટા સ્ટોન કિચન પ્લોટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.

સેવા વસ્તીમાં વસવાટ કરતા નાગરીકોને મકાન ફાળવ્યા બાદ જે જમીન વધે તેમાં મકાન ખર્ચ મુજબ બિલ્ડરને એફએસઆઈનો લાભ આપવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ૭૦૦ કરતા વધુ ચાલી-ઝૂંપડપટ્ટી છે. જે પૈકી લગભગ પ૦૦ જેટલી ખાનગી માલિકીની જગ્યા પર છે.

તેના માટે પણ યોજના અમલી છે પરંતુ ખાનગી માલિકીની જગ્યા હોવાથી કોઈ તૈયાર થતા નથી. જયારે મ્યુનિ. કોર્પોરેશનની જગ્યા પર ર૦૦ જેટલી સેવા વસ્તી છે. જે પૈકી ૧૦૩ જેટલી સેવા વસ્તીના નાગરીકોએ પાકા મકાન માટે કરાર કર્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૪૧ સ્થથળે કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. જયારે ૩૯ સ્થળે કામ ચાલી રહયા છે. તથા ર૩ સેવા વસ્તી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ર૩ ઝૂંપડપટ્ટીના સ્થાને પાકા મકાનો બનાવવા કરાર કરવામાં આવ્યા છે. જેમાં હાવજીપુરા, પઠાણની ચાલી, મારવાડીની ચાલી, ગજરાજની ચાલી, આર.આર. શુકલાની ચાલી, જગાભાઈની ચાલી, રપણ સુભાષનગર, સુખીપુરાના છાપરા, રણછોડપુરા, બાબરની ચાલી, ગાભાજીની ચાલી, જેઠાલાલની ચાલી વગેરે મુખ્ય છે.

ર૩ સેવા વસ્તીમાં ફેઝ-પ અંતર્ગત ૩૩૮૭ ઝુંપડાવાસીઓને પાકા મકાન બનાવી આપવામાં આવશે. વાડજ રામાપીર ટેકરા પર સેકટર-૦પ માં કામ શરૂ થઈ ગયુ છે.

જયારે સેકટર-૦૩ અને ૦૬ માં નવરાત્રીમાં કામ શરૂ કરવામાં આવશે. તેમ ઈ.ડબલ્યુ.એસ. યોજનાના એડીશનલ હરપાલસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જર્જરીત થયેલા આવાસોના સ્થાને “રી-ડેવલપમેન્ટ” યોજના અંતર્ગગત પાકા મકાનો બનાવી આપવામાં આવે છે.

જેમાં શિવમ, ઓઢવ, સોસાયટી બ્લોક બાપુનગર મુખ્ય છે. તાજેતરમાં જ જમાલપુર અને અમરાઈવાડી સ્ટાફ કવાર્ટરને પણ મંજુરી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.