Western Times News

Gujarati News

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટે હરાવ્યું

દુબઈ: ઓપનર ક્વિન્ટન ડિ કૉક અને સૂર્યકુમાર યાદવના ૫૩-૫૩ રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટે હરાવી દીધું. આઈપીએલ ૧૩ની ૨૭મી મેચમાં ૧૬૩ રનના ટાર્ગેટને મુંબઈએ ૧૬૩ ઓવરમાં ૫ આ જીત સાથે મુંબઈ પૉઈન્ટ્‌સ ટેબલમાં ફરી એકવાર ટૉપ પર પહોંચી ગયું છે. આઈપીએલ ૧૩માં આ મુંબઈની ૫મી જીત છે. જ્યારે આ મેચ પહેલા ટોપ પર રહેલી દિલ્હી હાર સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે.

૧૬૩ રનના ટાર્ગેટની સામે મુંબઈની શરૂઆત સારી રહી નહોતી. કેપ્ટન રોહિત શર્મા ફક્ત ૫ રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. જોકે, ત્યારબાદ ક્વિન્ટન ડિ કૉક અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી બનાવી ટીમને સારી સ્થિતિમાં લાવી દીધી હતી.

ક્વિન્ટન ડિ કૉકે ૩૬ બોલમાં ચાર ચોગ્ગા અને ૩ સિક્સની મદદથી શાનદાર ૫૩ રનની ઈનિંગ રમી હતી. તેના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે ઈશાન કિશને સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી નોંધાવી ટીમને જીતની વધુ નજીક લાવી દીધી હતી. સૂર્યકુમારે ૩૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ સિક્સની મદદથી ૫૩ રનની ઈનિંગ રમી હતી. કિશને પણ માત્ર ૧૫ બોલમાં ૨૮ રનની ઈનિંગ રમી ટીમનું પ્રેશર ઓછું કર્યું હતું.

જોકે, ૧૩૦ રનના સ્કોરે બે વિકેટ ગુમાવતા મુંબઈ પ્રેશરમાં આવી ગયું હતું. સૂર્યકુમાર અને હાર્દિક ત્રણ બોલના ગાળામાં આઉટ થયા હતા. હાર્દિક ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. જોકે, કિરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી લીધી હતી અને ટીમને વધુ કોઈ નુકસાન વિના જીત અપાવી દીધી હતી. પોલાર્ડે ૧૧ અને કુણાલે ૧૨ રન બનાવ્યા.

ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લેનારી દિલ્હીની ટીમે પ્રથમ ઓવરમાં જ પૃથ્વી શૉ (૪)ની વિકેટ ગુમાવી હતી. આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલો અજિંક્ય રહાણે ત્રીજા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જોકે, બે-ત્રણ સારા શૉટ્‌સ ફટકાર્યા બાદ તે એક બૉલ પર થાપ ખાઈ ગયો હતો અને એલબીડબલ્યુ આઉટ થયો હતો.

ચોથા સ્થાને આવેલા કેપ્ટન શ્રેયસ ઐયરે ધવન સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ઐયર ૩૩ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી ૪૨ રન બનાવી આઉટ થયો હતો. બીજી તરફ ધવને પોતાની અર્ધ સદી પૂરી હતી. અગાઉ દિલ્હી માટે કેટલીક ઉપયોગી ઈનિંગ રમનારો માર્કસ સ્ટોઈનિસ આજે નિષ્ફળ રહ્યો અને માત્ર ૧૩ રન બનાવી રનઆઉટ થયો. ધવને અંત સુધી બેટિંગ કરી પરંતુ રનની ગતિને વધારી ન શક્યો જેના કારણે દિલ્હી વિકેટો હાથમાં હોવા છતાં ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૨ રન જ બનાવી શક્યું. ધવને પોતાની ઈનિંગ્સ ૬ ચોગ્ગા અને ૧ સિક્સની મદદથી ૬૯ રન બનાવ્યા. મુંબઈ તરફથી કુણાલ પંડ્યાએ સૌથી વધુ ૨ વિકેટ ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.