Western Times News

Latest News from Gujarat India

પોલિસે ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન વાળેલી નંબર પ્લેટવાળા વાહનચાલકોને પકડ્યા

અમદાવાદ, આજે ફરીથી અમદાવાદ પોલિસે એસ.જી. હાઈવે પર ટ્રાફિક ડ્રાઈવ ચલાવી હતી. અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને વાહનોના આડેધડ પાર્કિગને કારણે ઉભી થતા સમસ્યા નિવારવા માટે આજે પોલિસે ફરીથી પોલિસ ડ્રાઈવ ચલાવી હતી અને આડેધડ પાર્ક કરેલા વાહનોને ડીટેઈન કર્યા હતા.

આ ઉપરાંત પોલિસે કેટલાંક ભેજાબાજોને પણ ઝડપી લીધા હતા કે જે વાહનોની નંબર પ્લેટ વાળી દેતા હતા. જેના કારણે તે કેમેરાની નજરમાંથી બચી જાય. પરંતુ આવા ભેજાબાજોને આજે  પોલિસે ઝડપી લીધા છે અને તેઓની સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers