Western Times News

Latest News from Gujarat

હોન્ડાનું H’ness-CB350 પ્રારંભિક રૂ. 1.85 લાખની કિંમત પર

નવી દિલ્હી, તહેવારની સિઝન શરૂ થતા હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ આજે H’ness-CB350 ખાસ પ્રારંભિક કિંમત રૂ. 1.85 લાખ (એક્સ-શોરૂમ, ગુરુગ્રામ, હરિયાણા) પર લોંચ કર્યું હતું. CB બ્રાન્ડના વારસાને આગળ વધારતા H’ness-CB350 અદ્યતન નવી ખાસિયતો અને ક્લાસિક ચાર્મનો સમન્વય ધરાવે છે.

H’ness-CB350 પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આતસુશી આગાતાએ કહ્યું હતું કે, “અમને ગ્રાહકો પાસેથી H’ness-CB350 પર જબરદસ્ત પ્રેમ અને પ્રશંસા મળી છે. આ ગ્રાહકનો બ્રાન્ડ હોન્ડામાં વિશ્વાસ પ્રદર્શિત કરે છે અને તેમના પ્રત્યે અમારી કટિબદ્ધતા દર્શાવે છે. દુનિયાભરના યુવા રાઇડરની આકાંક્ષા અને ઉત્સાહ સંતોષવા માટે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ, ટેકનોલોજી અને અતુલનીય વિશ્વસનિયતા – એ ‘CB’ની ઓળખ છે.”

H’ness-CB350 માટે ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરતાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “તહેવારનો ઉત્સાહ ખરાં અર્થમાં લાવીને અમને H’ness-CB350 આકર્ષક પ્રારંભિક કિંમતે પ્રસ્તુત કરવાની ખુશી છે.

આ મોડલના આંતરરાષ્ટ્રીય પ્રીમિયર ગ્રાહકો પાસેથી અને મોટરબાઇકના પ્રેમીઓ પાસેથી પ્રોત્સાહનજનક પ્રતિસાદ મળ્યો છે અને ગ્રાહકો આ તહેવારની સિઝનમાં “મેડ ઇન ઇન્ડિયા” CB વારસાને આગળ વધારીને સવારીની મજા લેવા આતુર છે. રૂ. 1.85 લાખ (એક્સ-શોરૂમ, ગુરુગ્રામ)ની ખાસ પ્રારંભિક કિંમત સાથે અમને ખાતરી છે કે, H’ness-CB350 મિડ-સાઇઝ મોટરસાયકલ સવારોને આકર્ષશે.”

H’ness-CB350ની જબરદસ્ત અને આકર્ષક ડિઝાઇન ખરાં અર્થમાં રૉયલ્ટી પ્રદર્શિત કરે છે અને એની સદાબહાર સ્ટાઇલ હોન્ડાની ઓરિજિનાલિટીને વ્યક્ત કરે છે. હોન્ડાની ઓળખ સમાન નિશાનીઓ સાથે ડ્યુઅલ-ટોન ફ્યુઅલ ટેન્ક* હેરિટેજ પ્રેરિત લૂક આપે છે, જે રોડ પર દરેકનું ધ્યાન ખેંચે છે. H’ness-CB350નાં આગળના 7 Y-શેપ એલોય વ્હીલ વિશિષ્ટ આધુનિક લૂક આપે છે. વળી H’ness-CB350નાં પહોળા ટાયર (19-ઇંચ ફ્રન્ટ ટાયર અને 18-ઇંચ રિઅર ટાયર) વિવિધ પ્રકારના રોડ પર સ્થિરતા વધારે છે.

45mmની મોટી ટેઇલપાઇપ સાથે ખાસ ડિઝાઇન કરેલી એક્ઝોસ્ટ સિસ્ટમ મફલર ક્ષમતા સાથે મહત્તમ બેલેન્સ આપે છે, તમે જેટલી વાર થ્રોટલ પર હવા આપો છો એટલી વાર યાદગાર રોઅર કે ગર્જના પેદા કરે છે. એક્ઝોસ્ટ પાઇપ ઉષ્માથી કલર ઊડી જતો અટકાવવા અને લાંબા સમય માટે આકર્ષક દેખાવ જાળવી રાખવા માટે બે સ્તર ધરાવે છે.

H’ness-CB350 હાર્દ મોટું પાવરફૂલ 350cc, એર કૂલ્ડ 4 સ્ટ્રોક OHC સિંગલ-સીલિન્ડર એન્જિન છે, જે PGM-FI ટેકનોલોજી સાથે સજ્જ છે. એન્જિનમાં એર કૂલિંગ સિસ્ટમ કાર્યદક્ષતા વધારવા અને એન્જિનના તાપમાનને આદર્શ તાપમાનની રેન્જમાં જાળવવા અંદર આવતી હવાની ઘનતા જાળવે છે. પિસ્ટન કૂલિંગ જેટ એન્જિનની થર્મલ કાર્યદક્ષતા વધારે છે, જેના પરિણામે ઇંધણની કાર્યદક્ષતામાં વધારો થાય છે.

આ કેટેગરીમાં સૌથી વધુ ટોર્ક 30 [email protected] rpm આપશે, જે એને દરરોજ શહેરમાં અવરજવર માટે કે લાંબી વીકેન્ડ સવારી માટે સરળ, વિવિધતાસભર મોટરસાયકલ બનાવે છે. કમ્પ્યુટર્સ સિમ્યુલેશન્સ દ્વારા વિકસાવેલા સેન્સર્સ મશીન મોટરસાયકલ સવારને શ્રેષ્ઠ સુવિધા અને નિયંત્રણક્ષમતા સાથે સમાધાન કર્યા વિના એમની ઇચ્છા મુજબ ફેરવવાની સુવિધા આપે છે. સીલિન્ડર પર સ્થિત મેઇન શાફ્ટ કોએક્સિયલ બેલેન્સર પ્રાઇમરી અને સેકન્ડરી એમ બંને વાઇબ્રેશનને દૂર કરે છે.

પરફેક્શન સાથે H’ness-CB350 સેગમેન્ટમાં સૌપ્રથમ 5 ખાસિયતો ધરાવે છે, જે રાઇડરની સવારીનો રોમાંચ પ્રદાન કરે છે.

સેગમેન્ટમાં સૌપ્રથમહોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કન્ટ્રોલ (HSTC) આગળ અને પાછળના વ્હીલની ઝડપ વચ્ચેના ફરકને ઓળખીને પાછળના વ્હીલના ઘર્ષણને જાળવવામાં, સ્લિપ રેશિયોની ગણતરી કરવામાં અને ફ્યુઅલ ઇન્જેક્શન દ્વારા એન્જિન ટોર્કને વધુ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. HSTC મીટરની ડાબી બાજુ પર સ્વિચનો ઉપયોગ કરીને ઓન/ઓફ કરી શકાશે. જ્યારે સિસ્ટમ જોડાયેલી હોય છે, ત્યારે ડિજિટલ ડિસ્પ્લે ફ્લિકર્સમાં ‘T’ ઇન્ડિકેટર જોવા મળે છે.

સેગમેન્ટમાં સૌપ્રથમહોન્ડા સ્માર્ટફોન વોઇસ કન્ટ્રોલ સિસ્ટમ (HSVCS)** સવારોને એમના સ્માર્ટફોનને મોટરસાયકલ સાથે HSVCS એપ્લિકેશન દ્વારા બ્લુટૂથ મારફતે જોડી રાખશે તથા હેન્ડલબારની ડાબી બાજુએ બટનોનો ઉપયોગ કરીને નેવિગેશન, મ્યુઝિક પ્લેબેક, ફોન કોલ્સ, ઇનકમિંગ મેસેજીસ અને વેધર અપડેટ જેવી વિશિષ્ટ ખાસિયતો મેળવી શકશે. સવારીમાં સંપૂર્ણ એકાગ્રતા જાળવવા માહિતી હેલ્મેટ હેડસેટ સ્પીકર**માંથી પ્રાપ્ત થશે..

સેગમેન્ટમાં સૌપ્રથમઆસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ ગીયર શિફ્ટને સરળ બનાવે છે, ત્યારે ક્લચ લીવર ઓપરેશન લોડમાં ઘટાડો કરશે, જેથી સવારી દરમિયાન ઓછો થાક લાગશે અને વધારે સુવિધા પ્રાપ્ત થશે, જેમાં અવારનવાર શિફ્ટિંગ સંકળાયેલું હોય છે. સેગમેન્ટમાં સૌપ્રથમએડવાન્સ્ડ ડિજિટલ સ્પીડોમીટર સવારીમાં ઇન્ટેલિજન્ટ માહિતી આપે છે.

આ HSTC, ABS, એન્જિન ઇન્હિબિટર સાથે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, ઇકો ઇન્ડિકેટર, માઇલેજ ખાસિયતો, HSVCS, ગીઅર પોઝિશન ઇન્ડિકેટર અને બેટરી વોલ્ટેજ મીટર જેવી વિગતો સંકલિત કરશે. ઇંધણદક્ષતાની વિગત સાથે સવારીનો શ્રેષ્ઠ અનુભવ 3 મોડમાં જોવા મળશે – રિયલ ટાઇમ માઇલેજ, એવરેજ માઇલેજ અને ડિસ્ટન્સ ટૂ એમ્પ્ટી.

સેગમેન્ટમાં સૌપ્રથમફૂલ LED સેટઅપ (ફ્રન્ટ અને બેક બંને) સવારને અંધકાર દૂર કરવા અને માર્ગો પર પ્રકાશ પાથરવાની સુવિધા આપે છે તેમજ સાથે સાથે સ્ટાઇલ પણ વધારે છે.

જ્યારે ઇમરજન્સીમાં બ્રેક મારવામાં આવે છે અથવા લપસણા રોડ પર મોટરસાયકલ દોડે છે, ત્યારે ડ્યુઅલ ચેનલ  ABS વ્હીલને લોકિ થતાં અટકાવે છે, જેથી સવારનો આત્મવિશ્વાસ વધે છે. મોટરસાયકલની મોટી 310mm ડિસ્ક બ્રેક અપફ્રન્ટ અને 240mm રિઅર ડિસ્ક પર્યાપ્ત બ્રેકિંગ પર્ફોર્મન્સ પ્રદાન કરે છે. ક્રોમ પ્લેટેડ ડ્યુઅલ હોર્ન** સવારીની સુવિધા વધારવાની સાથે પ્રીમિયમ લૂકમાં વધારો પણ કરે છે.

લાર્જ સેક્શન ફ્રન્ટ સસ્પેન્શન પ્રચંડ અને પ્રભાવશાળી છાપને વધારવાની સાથે રફ માર્ગો પર અતિ સુવિધા પણ પ્રદાન કરે છે. પ્રેશરાઇઝ નાઇટ્રોજન ચાર્જ રિઅર સસ્પેન્શન અતિ રિસ્પોન્સિવ રિઅર ડેમ્પિંગ પર્ફોર્મન્સ આપે છે.
19-ઇંચનાં ફ્રન્ટ ટાયર રોડની વિવિધ સ્થિતિમાં સ્થિરતા વધારવાની સાથે આધુનિક રોડસ્ટર પ્રદર્શિત કરે છે. સવારીની ગુણવત્તા વધારવા અને રોડ પર સંપૂર્ણ ગ્રિપ કે પકડ સુધારવા માટે સુવિધાજનક 18-ઇંચના સેક્શન રિઅર ટાયર છે.

સ્ટીલની પાઇપમાં હાફ-ડુપ્લેક્ષ ક્રેડલ ફ્રેમનો ઉપયોગ સ્ટીઅરિંગનો હળવો અનુભવ આપે છે. કેન્દ્રમાં ગુરુત્વતા ઓછી કરવા નીચી પોઝિશન પર એન્જિન લગાવીને આગળનો ભાર ઓછો કરવામાં આવ્યો છે, જેની સવારીની સંપૂર્ણ મજા અને મોટરસાયકલની ગતિશીલતા પર અસર થાય છે. સેગમેન્ટમાં સૌપ્રથમએન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ નાનાં વિરામ પર સ્વિચને ફ્લિક કરીને એન્જિનને બંધ કરવાની સુવિધા આપે છે. લૉ વિઝિબિલિટીની સ્થિતિમાં સવારોની સલામતી વધારવા હેઝાર્ડ સ્વિચ ખાસિયત છે. શ્રેષ્ઠ ગાદી સાથે ડ્યુઅલ સીટ તમારી રોજિંદી અને હાઇવેની સફરને અતિ સુવિધાજનક બનાવે છે. 15 લિટરની ઇંધણની ટાંકીની ક્ષમતા લાંબી સવારી દરમિયાન અવારનવાર ઊભી રહેવામાંથી મુક્તિ આપે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers