Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં હવે બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવશે : કેબિનેટની મંજુરી

Files Photo

ઢાકા: બાંગ્લાદેશમાં બળાત્કારની વિરૂધ્ધનવ દિવસથી જારી જન પ્રદર્શનોની અંતે અસર જાેવા મળી છે.બાંગ્લાદેશની સરકારે બળાત્કારના મામલામાં હવે મોતની સજાની જાેગવાઇ કરવાનો નિર્ણય કર્યો છે તેના માટે શેખ હસીના મંત્રિમંડળે મહિલા અને બાળ ઉત્પીડન કાનુન ૨૦૦૦માં સુધારાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. વડાપ્રધાન શેખ હસીનાની અધ્યક્ષતામાં થયેલ બેઠક બાદ કેબિનેટ સેક્રેટરી ખાંડકર અનવારૂલ ઇસ્લામે બતાવ્યું કે હજુ જાે કે સંસદનું સત્ર ચાલી રહ્યું નથી આથી આ જાેગવાઇને લાગુ કરવાના હેતુથી રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ તાકિદે જાહેરનામુ જારી કરશે
હાલમાં બાંગ્લાદેશમાં બળાત્કારની અનેક ઘટનાઓ બની છે.

ત્યારબાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા છે ખાસ વિરોધ સિલહટના એમસી કોલેજની છાત્રાની સાથે થયેલ ગેંગરેપ બાદ ઉગ્ર બન્યો છે આ ધટનાની ઠીક પહેલા નોઆખાલીના બેગમગંજડમાં આવી જ ઘટના બની હતી. વિરોધ પ્રદર્શનનો દૌર ચાર ઓકટોબરે શરૂ થયો ૧૦ ઓકટોબરે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા ૧૧ ઓકટોબરે દેશભરમાં શિક્ષા સંસ્થાનોમાં સ્ત્રી ઉત્પીડન વિરોધી ફોટો પ્રદર્શનિ લગાવવામાં આવી અને અનેક બીજી રીતના કાર્યક્રમો પણ થયા હતાં.

બાંગ્લાદેશમાં બનેલ વર્તમાન માહોલ કંઇક ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં થયેલ નિર્ભયા કાંડની યાદ અપાવે છે રાજનીતિક અને બિન રાજનીતિક સંગઠનો ત્યાં પણ માર્ગ ઉપર ઉતર્યા હતાં. તેમની વચ્ચે અલગ અલગ રીતની માંગો ઉઠી છે. બળાત્કારીઓને સજા એ મોતની માંગ જાેરશોરથી ઉઠવા પામી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.