Western Times News

Gujarati News

નવસારી : એક કારનું ટાયર ફાટતા પાંચ કાર વચ્ચે ટક્કર

નવસારી: આજની દોડધામવાળી જિંદગીમાં અકસ્માતના બનાવો સામાન્ય બની ગયા છે. દરરોજ રોડ અકસ્માતના અનેક બનાવો નોંધાતા રહે છે અને અનેક આશાસ્પદ લોકો જીવ ગુમાવે છે. નેશનલ હાઇવે નંબર ૪૮ પર નવસારીના મટવાડ ખાતે આવેલી અંબિકા નદીના બ્રિજ પર એક સાથે પાંચ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, સદનસિબે અહીં કોઈજાનહાની થઈ ન હતી. એક સાથે પાંચ કાર એક પછી એક પાછળ અથડાતા લોકો બે ઘડી માટે જોવા માટે ઊભા રહી ગયા હતા. ફિલ્મોમાં જોવા મળતાં દ્રશ્યો નવસારી ખાતે નેશનલ હાઇવે પર જોવા મળ્યાં હતાં.

મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર નવસારીના મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં કારની પાછળ પૂરપાટ આવી રહેલી અન્ય કારની ટક્કર થઈ હતી. એક પછી એક એમ પાંચ કાર અથડાઈ હતી. જોકે, સબનસિબે આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. બનાવ બાદ અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

બનાવની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. નેશનલ હાઇવે પર એક પછી એક એમ પાંચ કાર અથડાતા અહીંથી પસાર થતા લોકો એક સમય માટે અકસ્માત જોવા માટે ઊભા રહી જતા હતા. અનેક લોકો આ બનાવને પોતાના મોબાઇલમાં પણ કેદ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશમાં રોડ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ આ બનાવમાં સદનસિબે કોઈ જાનહાની થઈ નથી. મંગળવારે જૂનાગઢ-વંથલી હાઈવે પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર ચાલક ડૉ. રવી ડઢાણીયાનું ઘટના સ્થળે મોત થયુ હતું. તો બસમા સવાર ચાર મુસાફરો ઈજા પહોંચી હતી.

બનાવની વિગત પ્રમાણે મંગળવારે સાંજે જૂનાગઢ વંથલી હાઈવે પર ભોલેનાથ ટ્રાવેલની બસ એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો બૂકડો બોલી ગયો હતો. કાર ચાલક ડૉ. રવી ડઢાણીયા છાતીમાં કારનો આગળનો ભાગ ઘૂસી જતાં તેમનું સ્થળ પર મોત થઈ ગયું હતુ. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારને તોડીને ડૉક્ટરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. શહેરના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂર ઝડપે કાર હંકારી બે યુવાનોને કચડી મોતને ઘાટ ઉતારી દેવાાય હતા.

બંને યુવાનો રેસ્ટોરન્ટમાં કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા. ઉમરા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસે મંગળવારે એક આરોપીની ધરપકડ કરી છે. કાર ચાલક અકસ્માત સર્જીને પેટ્રોલ પંપ પાસે ઉભો રહ્યી ગયો હતો. પેટ્રોલ પંપ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં તે કેદ થઇ ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે તેના ચાલકને પકડી પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.