Western Times News

Gujarati News

ગ્લોબલ હંગર ઇડેકસમાં ૧૦૭ દેશોમાં ભારત ૯૭માં નંબર પર

નવીદિલ્હી, ગ્લોબલ હંગર ઇડેકસ ૨૦૨૦નો રિપોર્ટ જારી થયો છે ગ્લોબલ હંગર ઇડેકસમાં ભારતની રેકિંગ સુધરી છે પરંતુ હજુ પણ ભારતના અનેક પડોસી દેશોથી પાછળ ચાલી રહ્યું છે આ દેશોમાં નેપાળ,શ્રીલંકા મ્યામાંર પાકિસ્તાન બાંગ્લાદેશ ઇડોનિશયા જેવા દેશ સામેલ છે. ભારત ૧૦૭ દેશોની યાદીમાં ૯૪ ક્રમાકે છે ફકત ૧૩ દેશ જ એવા છે જેનાથી ભારત આગળ છે આ દેશ રવાંડા, નાઇઝીરિયા અફધાનિસ્તાન લીબિયા મોઝામ્બિક અને ચાડ છે.

ગ્લોબલ હંગર ઇડેકસ રિપોર્ટ અનુસાર ૨૭.૨ સ્કોરની સાથે ભારતમાં ભુખના મામલામાં સ્થિતિ ગંભીર છે રિપોર્ટનું માનવામાં આવે તો ભારતની લગભગ ૧૪ ટકા જનવસ્તી કુપોષણનો શિકાર છે. જાેૅ કે આ વર્ષ ભારતની રેકિંગમાં સુધાર થયો છે.ગત વખતે ૧૧૭ દેશોમાં ભારતની રેકિંગ ૧૦૨ હતી પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે આ વર્ષ કુલ દેશોની સંખ્યા પણ ઘટી છે.

ગ્લોબલ હંગર ઇડેકસ ૨૦૧૯ના રિપોર્ટમાં ચીન ૨૫મીં પાકિસ્તાન ૯૪ બાંગ્લાદેશ ૮૮માં નેપાળ ૭૩માં મ્યામાંર ૬૯ અને શ્રીલંકા ૬૬માં ક્રમાંકે હતું. બેલારૂસ યુક્રેન તુર્કી,કયુબા અને કુવૈત જીએચઆઇ રેકમાં અવ્વલ રહ્યું હતું. ભારત વર્ષ ૨૦૧૫માં ૯૩માં ૨૦૧૬માં ૯૭માં ૨૦૧૭માં ૧૦૦માં ૨૦૧૮માં ૧૦૩માં અને ૨૦૧૯માં ૨૦૨માં સ્થાન પર રહ્યું હતું રેકોર્ડ જાેવામાં આવે તો ભુખમરીને લઇ ભારતમાં સંકટ યથાવત છે.ભારતમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે.

ગ્લોબર હંગર ઇડેકસ કોઇ દેશમાં કુપોષિત બાળકોના અનુપાત પાંચ વર્ષથી ઓછી વયવાળા બાળકો જેમું વજન અથવા લંબાઇ ઉમરના હિસાબથી ઓછી છે અને પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુ દરના આધાર પર તહેનાત કરવામાં આવે છે.ગ્લોબલ હંગર ઇડેકસમાં જે દેશોનો સ્કોર નીચે રહે છે તેને ઉચી રેકિંગ મળે છે અને જેનો સ્કોર વધુ હોય છે તેને ઓછી રેટિંગ મળે છે આ હિસાબથી ભારતને ખરાબ રેકિંગ મળી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.